હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે સંપન્ન થયેલા વિવિધ વિભાગોના વિકાસ પ્રકલ્પોની ઝલક

(માહિતી ખાતુ) મોરબી તા. ૨૪
કુલ રૂ. ૪૩૯.૪૬ કરોડના ખર્ચે ૧૫૪ કામોનું લોકાર્પણ અને રૂ. ૬૦૩.૨૫ કરોડના ૧૩૦ કામો મળી કુલ રૂ. ૧૦૪૨.૭૧ કરોડના ૨૮૪ કામો મોરબીને અર્પણ
મોરબી મહાનગરપાલિકાના વિકાસ કામો (રૂ. ૫૨૮.૩૪ કરોડ): ટ્રાફિક નિયમન માટે ઉમિયા સર્કલ પર ભવ્ય ઓવરબ્રિજનું નિર્માણ, શહેરમાંથી પસાર થતી કેનાલને કોન્ડ્યુટ (બોક્સ) કરવાનું મહત્વનું કાર્ય, મણીમંદિર અને ગ્રીન ટાવર જેવી ઐતિહાસિક વિરાસતો પર આધુનિક ડેકોરેટિવ લાઇટિંગ, મહાનગરપાલિકાની નવી મુખ્ય ઓફિસ તથા વેસ્ટ ઝોન ઓફિસનું નિર્માણ અને રોડ-રસ્તા અને ડ્રેનેજ લાઈન સહિત કુલ ૭૬ વિકાસ કામો દ્વારા શહેરી સુખાકારીમાં વધારો.
માર્ગ અને મકાન વિભાગ - સ્ટેટ (રૂ. ૩૮૮ કરોડથી વધુ): મોરબી ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટરમાં પરિવહન સુગમ બનાવવા પેકેજ-૧ અને ૨ અંતર્ગત મોરબી-હળવદ તથા મોરબી-જેતપર રોડ સહિતના કુલ ૪૫ કામો દ્વારા ઔદ્યોગિક કનેક્ટિવિટી મજબૂત બનશે.
માર્ગ અને મકાન વિભાગ - પંચાયત (રૂ. ૭૧.૪૫ કરોડ): ગ્રામ્ય માર્ગો તથા જિલ્લાના મુખ્ય માર્ગોને જોડતા રસ્તાઓ, કોઝવે અને નાના બ્રિજ સહિતના કુલ ૪૪ વિકાસ કામો જનતાને અર્પણ.
એસ.ટી. નિગમ અને પરિવહન (રૂ. ૬.૬૧ કરોડ): મુસાફરોની સુવિધા અને એસ.ટી. સેવાઓના સુચારુ સંચાલન માટે અદ્યતન ડેપો વર્કશોપનું નિર્માણ.
આરોગ્ય અને સુખાકારી (રૂ. ૬.૫૦ કરોડ): ગ્રામીણ સ્તરે શ્રેષ્ઠ સારવાર માટે ૧ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ૭ પેટા આરોગ્ય કેન્દ્રો તથા ૧ આયુર્વેદ દવાખાનાનું નિર્માણ.
પાણી પુરવઠા યોજના (રૂ. ૨૨.૭૭ કરોડ): ૯૦ ગામોને પીવાના શુદ્ધ પાણીની સુરક્ષા પૂરી પાડતી 'મોરબી-માળિયા-જોડીયા સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના'.
અન્ય વિભાગોની સિદ્ધિઓ (રૂ. ૩.૩૭ કરોડથી વધુ): જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા સિંચાઇ વિભાગ હસ્તકના કુલ ૯ મહત્વપૂર્ણ વિકાસલક્ષી કામો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
