News of Saturday, 24th January 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘સ્મૃતિવન’ મેમોરિયલ ખાતે ૨૦૦૧ના કચ્છના વિનાશક ભૂકંપના દિવંગતોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
દિવંગતોના પરિવારજનો સાથે સંવેદનાસભર સંવાદ સાધીને સાંત્વના પાઠવી

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્મૃતિવન મેમોરિયલ ભુજમાં ભૂકંપના દિવંગતોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ૨૦૦૧ના ભૂકંપમાં સ્વજનોને ગુમાવનારા દિવંગતોના પરિવારજનો સાથે મુલાકાત કરીને મુખ્યમંત્રીએ તેમને સાંત્વના પાઠવી હતી. મુખ્યમંત્રીએ સ્મૃતિવન પરિસરમાં ચેકડેમની મુલાકાત લઈને દિવંગતોને યાદ કર્યા હતા. ભૂકંપમાં સ્વજનો ગુમાવનારા પરિવારો સાથે મુખ્યમંત્રીએ રૂબરૂ મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ આ પરિવારોને રૂબરૂ મળીને તેમને સાંત્વના પાઠવી હતી.
(9:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
