<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા આયોજિત શિક્ષાપત્રી દ્વિ-શતાબ્દી મહોત્સવમાં નરનારાયણ દેવના દર્શન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

શિક્ષાપત્રી દ્વિ-શતાબ્દી મહોત્સવમાં સહભાગી બન્યા: મુખ્યમંત્રીએ ભુજ સ્વામિનારાયણ મંદિર માં બિરાજતા નરનારાયણ દેવના દર્શન અને પૂજન કર્યુ

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ પોતાના કચ્છ જિલ્લાના પ્રવાસ દરમ્યાન સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા આયોજિત શિક્ષાપત્રી દ્વિ-શતાબ્દી મહોત્સવમાં સહભાગી બન્યા હતાં. મુખ્યમંત્રીએ ભુજ સ્વામિનારાયણ મંદિર માં બિરાજતા નરનારાયણ દેવના દર્શન અને પૂજન કર્યુ હતું. આ મુલાકાત દરમિયાન સ્વામિનારાયણ મંદિર ભુજના મહંત  પુરાણી સ્વામી ધર્માનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવદજીવનદાસજી, કોઠારી સ્વામી જાદવજીભગત સહિત હરિભક્તો, ટસ્ટ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(10:02 PM IST)