News of Sunday, 25th January 2026
૧૬મા રાષ્ટ્રીય મતદાતા દિવસ અંતર્ગત ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ લોકભવન પરિવારના સભ્યોને શપથ લેવડાવ્યા
સૌને દેશની લોકશાહી પરંપરાનું સંરક્ષણ કરવા, સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણીની ગૌરવમય પરંપરાને અક્ષુણ્ણ રાખવા તેમજ નિર્ભય બનીને મતાધિકારનો ઉપયોગ કરવાના શપથ લીધા

અમદાવાદ તા.૨૫ : 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસના અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ લોકભવન પરિવારના સભ્યોને મતદાન કરવા તથા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના શપથ લેવડાવ્યા હતા.
લોકભવન પરિસરમાં યોજાયેલી આ શપથવિધિ દરમિયાન રાજ્યપાલશ્રીએ લોકભવનના અધિકારીઓ અને કર્મચારીઓને લોકશાહીમાં પૂર્ણ શ્રદ્ધા સાથે મતદાન કરવાની પ્રતિજ્ઞા કરાવી હતી. તેમણે સૌને દેશની લોકશાહી પરંપરાનું સંરક્ષણ કરવા, સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણીની ગૌરવમય પરંપરાને અક્ષુણ્ણ રાખવા તેમજ નિર્ભય બનીને, ધર્મ-વર્ગ-જાતિ-સમુદાય-ભાષા અથવા અન્ય કોઈપણ પ્રલોભનથી પ્રભાવિત થયા વિના તમામ ચૂંટણીઓમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની શપથ લેવડાવી હતી.
(2:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
