તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th January 2026
ગીર સોમનાથ જિલ્લાનું ગૌરવ : ૧૬માં રાષ્ટ્રીય મતદાતા મહોત્સવમાં રાજ્યપાલ આચાર્ય દેવ્રતજીના હસ્તે ગીર સોમનાથ જિલ્લાના ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ 'બેસ્ટ ઈલેક્ટોરલ પ્રેક્ટીસીસ એવોર્ડ-૨૦૨૫'થી સન્માનિત
ગીર સોમનાથ જિલ્લાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જેમીનિ એમ. ગઢીયા રાજ્ય કક્ષાએ 'બેસ્ટ ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ ઈલેક્શન ઓફિસર' (Dy. DEO) તરીકે પ્રમાણપત્ર તથા સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા

ગીર સોમનાથ તા.૨૫ : ભારતના ચૂંટણી પંચ દ્વારા સ્થાપિત લોકશાહીના પર્વ સમાન ૧૬માં રાષ્ટ્રીય મતદાતા મહોત્સવ-૨૦૨૬ની રાજ્ય કક્ષાની ઉજવણી તા. ૨૫ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ સ્પીપા કેમ્પસ, ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી.
આ ગરિમામય અવસરે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાયેલા સમારોહમાં વર્ષ-૨૦૨૫ દરમિયાન ચૂંટણીલક્ષી શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
આ કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જેમીનિ એમ. ગઢીયાને રાજ્ય કક્ષાએ 'બેસ્ટ ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ ઈલેક્શન ઓફિસર' (Dy. DEO) ની કેટેગરીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ આપી બિરદાવવામાં આવ્યા હતા. મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા આ માટેની પસંદગી કરવામાં આવી હતી અને તેમને પ્રમાણપત્ર તથા સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, ગીર સોમનાથ જિલ્લાના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓને પણ તેમની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ રાજ્ય કક્ષાના એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.
આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એન. વી. ઉપાધ્યાયે જેમીનિ ગઢીયા તથા તમામ વિજેતાઓને હાર્દિક અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, આ સન્માન જિલ્લાના અન્ય કર્મચારીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.
સન્માનિતોમા મતદાર નોંધણી અધિકારી (ERO):
પારસ ડી. વાંદા (જિલ્લા પુરવઠા અધિકારી, ગીર સોમનાથ),મદદનીશ મતદાર નોંધણી અધિકારી (AERO), યુ. એસ. ગૌડા (મામલતદાર, વેરાવળ), ગૌતમભાઈ કુસાભાઈ વાળા (મામલતદાર, ગીર ગઢડા),બૂથ લેવલ ઓફિસર (BLO), દાવડા મહેન્દ્ર કુમાર વ્રજલાલ (ભાગ નં. ૧૬, ૯૨-વેરાવળ), દાનાભાઈ કાલાભાઈ સોલંકી (ભાગ નં. ૧૪, ૯૧-તાલાલા), નીતિનકુમાર બાલુભાઈ મોરી (ભાગ નં. ૫, ૯૩-ઉના), ભીમાણી અનિલાબેન લવજીભાઈ (ભાગ નં. ૨૪૯, ૯૨-વેરાવળ),બી.એલ.ઓ. સહાયક (BLO Assistant), વી. વી. લાડવા (૯૨-વેરાવળ), સોલંકી સંજયભાઈ વાલજીભાઈ (૯૧-તાલાલા)નો સમાવેશ થાય છે.
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
