<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

સુરતમાં જીવતા મતદારને મારી નાખ્યાં !!:ભાજપ કોર્પોરેટરે ફોર્મ-7 ભર્યું ! ભારે હોબાળો : પોલીસ ફરિયાદ નોંધવા 228 લોકોની અરજી

ભાજપના વોર્ડ નંબર 25 ના કોર્પોરેટર સામે ગંભીર આક્ષેપ : માત્ર લિંબાયત વિધાનસભા મત વિસ્તારમાં 31 હજાર જેટલા ફોર્મ નંબર 7 ભરાયા

સુરત શહેરમાં SIR ની કામગીરીમાં જીવતા મતદારને મરેલા જણાવીને તેમના નામ મતદાર યાદીમાંથી રદબાતલ ઠરાવવા ભાજપના કોર્પોરેટરે ફોર્મ નંબર 7 ભર્યું હોવાનો આક્ષેપ કરાયો છે. આ અંગે સલાબતપુરા પોલીસ મથકમાં 228 લોકો દ્વારા લેખિતમાં અરજી કરાઈ છે તે કે તમને જીવતેજીવ સરકારી ચોપડે મારી નાખનાર ભાજપના કોર્પોરેટર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે 

મતદાર જીવીત અને હયાત છતાં ફોર્મ નંબર 7 ભરી વાંધા રજૂ કરાયા હતા. ભાજપના વોર્ડ નંબર 25 ના કોર્પોરેટર સામે ગંભીર આક્ષેપ કરાયા છે. માત્ર લિંબાયત વિધાનસભા મત વિસ્તારમાં 31 હજાર જેટલા ફોર્મ નંબર 7 ભરાયા છે. જેમાં વધુ સંખ્યામાં મતદારો મૃત હોવાથી નામ કમી કરવા ફોર્મ નંબર 7 ભરાયા છે. મતદારો જીવિત છતાં મૃત જાહેર કરી નામ કરવા ભાજપ કોર્પોરેટર વિક્રમ પાટીલે ભર્યા ફોર્મ નંબર 7. કોંગ્રેસના પ્રભુત્વવાળા વિસ્તારમાંથી વોટ કમી કરવાનો પ્રયાસના આક્ષેપ હટ્યો છે . સલાબતપુરા પોલીસ મથકમાં 228 લોકો દ્વારા લેખિતમાં અરજી. મતદારોને મૃત ઘોષિત કરનાર ભાજપના કોર્પોરેટર સામે ગુનો દાખલ કરવા માંગ કરી છે  મોટી સંખ્યામાં મતદારોએ વિરોધ દર્શાવ્યો હતો 

(5:21 PM IST)