<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

ભિલોડા પાસે શામળાજી તરફ જઈ રહેલી ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ટ્રક સીધી હાથમતી નદીમાં ખાબકી

અકસ્માતે તંત્રની બેદરકારી અને નબળા કામકાજની પોલ ખોલી : ગંભીર અકસ્માતમાં ટ્રક ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ

અરવલ્લી જિલ્લાના ભિલોડા પાસે હાથમતી નદી પર બનાવવામાં આવેલા કામચલાઉ ડાયવર્ઝન પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. શામળાજી તરફ જઈ રહેલી એક ટ્રક ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક સીધી નદીમાં ખાબકી હતી. આ અકસ્માતે તંત્રની બેદરકારી અને નબળા કામકાજની પોલ ખોલી નાખી છે.ભિલોડા પાસેથી પસાર થતી હાથમતી નદી પર બ્રિજનું કામ ચાલતું હોવાથી વાહનોની અવરજવર માટે સાઈડમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. શામળાજી તરફ જતી આ ટ્રક જ્યારે ડાયવર્ઝન પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક પલટી મારીને નદીના પટમાં ખાબકી હતી. સદનસીબે, આ ગંભીર અકસ્માતમાં ટ્રક ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો છે, જે મોટી રાહતની વાત છે.

(7:19 PM IST)