તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th January 2026
અધિકારીઓ ગાળો આપ્યા વિના કામ કરતાં નથી : વડોદરાના સાંસદે આપ્યું વિવાદાસ્પદ નિવેદન
વડોદરામાં યોજાયેલા પેવર બ્લોક કાર્યક્રમમાં સાંસદ હેમાંગ જોશીએ કહ્યું- ભાજપના કાર્યકરો ગાળો બોલીને લોકોના કામ કરાવે છે. અધિકારીઓ સાથે ગાળો બોલીને કામ કરાવે છે.

વડોદરાના સાંસદ હેમાંગ જોશીનું એક નિવેદન સામે આવ્યું છે. આ નિવેદનમાં તેમણે મનપાના અધિકારીઓ સામે આક્રમક ભાષાનો ઉપયોગ કર્યો છે. અધિકારીઓ ગાળો આપ્યા વિના કામ કરતાં નથી. ભાજપના કાર્યકરો ગાળો બોલીને લોકોના કામ કરાવે છે. અધિકારીઓ સાથે ગાળો બોલીને કામ કરાવે છે. વડોદરામાં યોજાયેલા પેવર બ્લોક કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું હતું. અગાઉ અધિકારીઓને લઈને વડોદરાના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો ત્યારે સાંસદે કંઈ જુદો જ સુર વહેતો કર્યો હતો. હવે જાહેરમાં તેઓ ધારાસભ્યોના સમર્થનમાં હોય તે રીતે નિવેદન આપતાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. શું હેમાંગ જોશીના નિવેદન પ્રમાણે અનેક સવાલો ઉભા થયા છે કે, વડોદરામાં શું ભાજપના કાર્યકરો ગાળો બોલીને લોકોના કામ કરાવી રહ્યાં છે?
(7:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
