<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

વઘઈ આહવા રોડ પર એસટી બસનું સ્ટીયરીંગ જામ થઈ જતા અકસ્માત : બે મુસાફરોને ઇજા

બસમાં 40 જેટલા મુસાફરો સવાર હતાં: બે મુસાફરોને મોઢાના ભાગે સામાન્ય ઈજા : અન્ય મુસાફરોને બીજી બસમાં બેસાડી આહવા સુધી પહોંચાડ્યા

ડાંગ જિલ્લામાં વઘઈ આહવા રોડ પર એસટી બસને અકસ્માત નડ્યો છે. બસનું સ્ટીયરીંગ જામ થઈ જતા અકસ્માત સર્જાયો હતો. આ એસટી બસ ધરમપુરથી આહવા જઈ રહી હતી.  બસમાં 40 જેટલા મુસાફરો સવાર હતાં જેમાંથી બે મુસાફરોને મોઢાના ભાગે સામાન્ય ઈજા પહોંચી છે. અન્ય મુસાફરોને બીજી બસમાં બેસાડી આહવા સુધી પહોંચાડ્યા હતાં. અકસ્માતને પગલે સ્ટેટ હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિકને નિયંત્રિત કર્યો હતો. 

 

(9:04 PM IST)