<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

સુરતમાં SIR મુદ્દે કોંગ્રેસે બાયો ચડાવી :લિંબાયત બેઠક વિસ્તારમાં 31 હજાર મતદારોના નામ કમી કરવા ભાજપે ષડયંત્ર રચ્યું હોવાનો આક્ષેપ

મતદારો હયાત હોવા છતાં ફોર્મ નંબર 7 ભરીને ભાજપના કોર્પોરેટર વિક્રમ પાટીલે મુસ્લિમ મતદારો કમી કરાતા હોવાનો કોંગ્રેસનો ગંભીર આક્ષેપ: કોંગ્રેસના પ્રભુત્વવાળા વિસ્તારમાંથી વોટ કમી કરવાનો આરોપ લગાવ્યો

સુરતમાં SIR મુદ્દે કોંગ્રેસે મોરચો માંડ્યો છે. વિધાનસભાની લિંબાયત બેઠક વિસ્તારમાં 31 હજાર મતદારોના નામ કમી કરવા માટે ભાજપે ષડયંત્ર રચ્યું હોવાનું કોંગ્રેસનો આક્ષેપ છે. મતદારો હયાત હોવા છતાં ફોર્મ નંબર 7 ભરીને ભાજપના કોર્પોરેટર વિક્રમ પાટીલે મુસ્લિમ મતદારો કમી કરાતા હોવાનો કોંગ્રેસનો ગંભીર આક્ષેપ છે. કોંગ્રેસના પ્રભુત્વવાળા વિસ્તારમાંથી વોટ કમી કરવાનો પ્રયાસના આક્ષેપ કોંગ્રેસે લગાવ્યો છે. સલાબતપુરા પોલીસ મથકમાં 228 લોકોએ લેખિતમાં અરજી કરી હયાત મતદારોને મૃત ઘોષિત કરનારા ભાજપના કોર્પોરેટર સામે ગુનો દાખલ કરવા માગણી કરી છે

 

(9:15 PM IST)