<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

દાહોદમાં પતંગની દોરીથી બાઈક ચાલક ઘાયલ:યુવકને મોઢા પર 15 ટાંકા આવ્યા

ગરબાડા ચોકડી બ્રિજ પરથી પસાર થતાં એક બાઈક ચાલકને પતંગની દોરી મોઢાના ભાગે વાગી હતી

દાહોદમાં ગરબાડા ચોકડી બ્રિજ પરથી પસાર થતાં એક બાઈક ચાલકને પતંગની દોરી મોઢાના ભાગે વાગી હતી. દોરીનો ઘા એટલો ખતરનાક હતો કે યુવક લોહીલુહાણ થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મુર્તુજાભાઈ નામના યુવકને ઈજા પહોંચી હતી. સારવાર દરમિયાન યુવકને મોઢા પર 15 ટાંકા આવ્યા હતાં. 

 

 

(9:40 PM IST)