<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

પ્રજાસતાક પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: 11 પ્રકારની સુવિધાઓ માટે પાલિકાઓને જંત્રી વગર જમીન અપાશે

પાલિકાને હવે જંત્રીના ભાવ ભરવામાંથી મુક્તિ મળશે. જેના કારણે નગરપાલિકાઓના વિકાસમાં ગતિ આવશે.

ગાંધીનગર : પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે નગરપાલિકાઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. 11 પ્રકારની સુવિધાઓ માટે પાલિકાઓને જંત્રી વગર જમીન અપાશે. પાલિકાને હવે જંત્રીના ભાવ ભરવામાંથી મુક્તિ મળશે.  જેના કારણે નગરપાલિકાઓના વિકાસમાં ગતિ આવશે.  રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાઓને 11 પ્રકારની સુવિધાઓ માટે જંત્રી વિના જ જમીન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેની સાથે ટાઉન હોલ અને ફાયર સ્ટેશન માટે પણ નિર્ણય કરવામાં આવ્યો છે. સ્ટ્રોમ વોટર ડ્રેનજની કામગીરી માટે પણ નિર્ણય કરવામાં આવ્યો છે. કોમ્યુનિટી હોલ અને કન્વેશન સેન્ટર માટે પણ સરકારે નિર્ણય કર્યો હોવાથી હવે જનતાની પાયાની સુવિધાઓ ઝડપી બનશે. 

 

(11:51 PM IST)