<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

મહેસાણામાં રખડતા ઢોરના ત્રાસ અને પાલતુ શ્વાનને લઈ તંત્ર હવે ચોક્કસ નીતિ બનાવશે

રાખવા પૂરતી જગ્યા હોવી ફરજિયાત: જો નિયમો નહીં પળાય તો પશુઓને શહેર બહાર ખસેડવા પડશે.

મહેસાણા નગરપાલિકા મહાનગરપાલિકા બનતા અને વહીવટ લક્ષી પરિવર્તન કરવામાં આવી રહ્યા છે. રખડતા ઢોરના ત્રાસ અને પાલતુ શ્વાનને લઈ તંત્ર હવે એક્શન મોડમાં આવ્યું છે. હવે મનપા શહેરમાં પાલતુ શ્વાન અને પશુ રાખવાને લઈ ચોક્કસ નીતિ બનાવામાં જઈ રહ્યું છે. જો તમે પાલતું શ્વાન રાખો છો તો તેનું રજિસ્ટ્રેશન અને વેક્સિનેશન ફરજિયાત કરાવું પડશે. સાથે પાલતુ પશુ રાખવા માટે સરકાર માન્ય વાડા છે કે કેમ અને તેમાં કેટલા પશુ રાખવાની ક્ષમતા છે, તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. રાખવા પૂરતી જગ્યા હોવી ફરજિયાત કરવામાં આવી છે. જો નિયમો નહીં પળાય તો પશુઓને શહેર બહાર ખસેડવા પડશે

 

(11:53 PM IST)