હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આણંદ જિલ્લા ભાજપના સંગઠન માળખામાં ધરખમ ફેરફાર : પ્રજાસત્તાક પર્વે નવા હોદ્દેદારોની જાહેરાત સાથે ભાજપે ચૂંટણીલક્ષી ગઢ મજબૂત કર્યો : જુઓ સંપૂર્ણ સૂચિ
રાજ દેવીસિંહ, દિનેશભાઈ પઢીયાર અને વિમલભાઈ પટેલ સહિતના આગેવાનોને જિલ્લા સંગઠનમાં મહત્વનું સ્થાન : યુવા, મહિલા, કિસાન અને બક્ષીપંચ મોરચાના નવા સુકાનીઓના નામ જાહેર થતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ

રાજકોટ તા. 26 જાન્યુઆરી : ભારતીય જનતા પાર્ટીના આણંદ જિલ્લા પ્રમુખ દ્વારા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશના મોવડી મંડળ સાથેની લાંબી પરામર્શ અને વિચારણાના અંતે જિલ્લાના નવા સંગઠનાત્મક માળખાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ૨૬ જાન્યુઆરી ૨૦૨૬ના શુભ દિને જાહેર કરાયેલા આ નવા માળખામાં અનુભવી નેતાઓ અને સક્રિય કાર્યકરોનો સમન્વય સાધીને આગામી સમયના પડકારોને પહોંચી વળવા માટે રણનીતિ ઘડવામાં આવી છે.
જિલ્લા સંગઠનના મુખ્ય હોદ્દેદારોની યાદી:
પક્ષ દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાઓ અને શહેરોના પ્રતિનિધિત્વને ધ્યાને રાખીને ઉપપ્રમુખ, મહામંત્રી અને મંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે:
* ઉપપ્રમુખ: રાજ દેવીસિંહ હઠીસિંહ (આણંદ તા.), પઢીયાર દિનેશભાઈ રણછોડભાઈ (આંકલાવ તા.), પટેલ વિમલભાઈ કાંતિભાઈ (ઉમરેઠ તા.), દવે નિલેષભાઈ કેશવપ્રસાદ (પેટલાદ તા.), ઝાલા નિમિષાબેન અરવિંદભાઈ (ખંભાત તા.), પટેલ સુનિત દિલીપભાઈ (કરમસદ શહેર), પટેલ મનીષભાઈ શંકરભાઈ (તારાપુર તા.) અને ગઢવી રાજેન્દ્રદાન શંભુદાન (સોજિત્રા તા.).
* મહામંત્રી: વાઘેલા પ્રવીણભાઈ જેસિંગભાઈ (ખંભાત તા.), શાહ વિપુલકુમાર જગદીશચંદ્ર (આણંદ શહેર) અને ગોહેલ શક્તિસિંહ નરસિંહભાઈ (સોજિત્રા તા.).
* મંત્રી: ગાયકવાડ છત્રસિંહ મંગળભાઈ, મહિડા વિજયસિંહ પ્રતાપસિંહ, બ્રહ્મભટ્ટ પિયુષભાઈ નરેન્દ્રભાઈ, સોલંકી રમીલાબેન મિથુનભાઈ, ઠાકોર લીલાબેન અર્જુનભાઈ, પ્રજાપતિ અલ્પાબેન નિલેષભાઈ, ચૌહાણ કૈલાશબેન મંગળભાઈ અને પઢિયાર મંજુલાબેન કનુભાઈ.
* કોષાધ્યક્ષ: પટેલ હિતેન્દ્રભાઈ રમણભાઈને મહત્વની જવાબદારી સોંપાઈ છે.
વિવિધ મોરચાઓમાં નવા જોમ અને ઉત્સાહનો સંચાર:
પક્ષને પાયાના સ્તર સુધી મજબૂત બનાવવા માટે વિવિધ સેલ અને મોરચામાં પણ નવી નિમણૂકો કરવામાં આવી છે:
* યુવા મોરચો: વ્યાસ ભાગ્યેશ સુરેશભાઈ (પ્રમુખ), બ્રહ્મભટ્ટ અક્ષય પંકજભાઈ અને સોલંકી શક્તિસિંહ (મહામંત્રી).
* મહિલા મોરચો: પટેલ મયુરીબેન દીક્ષિતભાઈ (પ્રમુખ), સોલંકી સંગીતાબેન અને શાહ રાખીબેન વિપુલકુમાર (મહામંત્રી).
* કિસાન મોરચો: અમીન દત્તેશ ઉપેન્દ્રભાઈ (પ્રમુખ), પટેલ સંતોષભાઈ અને પઢીયાર દિનેશભાઈ છોટાભાઈ (મહામંત્રી).
* બક્ષીપંચ મોરચો: ભરથરી હિતેશભાઈ સુરેશચંદ્ર (પ્રમુખ), જાદવ લક્ષ્મણસિંહ અને ભરવાડ પ્રવિણ જાગાભાઈ (મહામંત્રી).
* અનુસૂચિત જાતિ (SC) મોરચો: રોહિત જીગ્નેશભાઈ રમેશભાઈ (પ્રમુખ), પરમાર નરેશભાઈ અને સોલંકી પ્રદિપકુમાર (મહામંત્રી).
આ નવી સંગઠનાત્મક નિમણૂકો દ્વારા આણંદ ભાજપે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના તમામ જ્ઞાતિ સમીકરણોને સાધવાનો સફળ પ્રયાસ કર્યો છે. નવા વરાયેલા હોદ્દેદારો પક્ષની વિચારધારા અને સરકારની કલ્યાણકારી યોજનાઓને જન-જન સુધી પહોંચાડવા માટે કાર્યરત થશે. જિલ્લા ભાજપ પ્રમુખે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ નવી ટીમ સંગઠનને નવી ઊંચાઈઓ પર લઈ જશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
