<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 'ટ્રાફિક એક્શન પ્લાન' બુકનું વિમોચન અને પિકલ બોલ કોર્ટનું ઉદ્ઘાટન કરાયું

આ અવસરે સમગ્ર મકરબા પોલીસ ગ્રાઉન્ડ 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ'ના નાદથી ગૂંજી ઉઠ્યું હતું.

અમદાવાદ : રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ૭૭મા પ્રજાસત્તાક પર્વની અમદાવાદ જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર, મકરબા ખાતે દેશભક્તિના જોમ અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રીએ આ ગરિમાપૂર્ણ સમારોહમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો અને સલામી આપી હતી તથા શિસ્તબદ્ધ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ પોલીસ દળો દ્વારા રાષ્ટ્રીય સલામી સાથે પ્રભાવશાળી માર્ચ પાસ્ટ રજૂ કરવામાં આવી હતી. આ અવસરે સમગ્ર મકરબા પોલીસ ગ્રાઉન્ડ 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ'ના નાદથી ગૂંજી ઉઠ્યું હતું.

(1:13 AM IST)