<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

ડ્રગ્સના દૂષણમાં ફસાયેલા લોકોનું કાઉન્સેલિંગ કરો. દર મહિને એક કોલેજ કે એક યુનિવર્સિટીમાં જાઓ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી .

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ કાર્યક્રમમાં કહ્યું સુરત પોલીસ નશાના રવાડે ચઢેલાને બચાવે છે

સુરત : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ કાર્યક્રમમાં કહ્યું હતું કે,  ડ્રગ્સના દૂષણમાં ફસાયેલા લોકોનું કાઉન્સેલિંગ કરો. તમે દર મહિને એક કોલેજ કે એક યુનિવર્સિટીમાં જાઓ. સુરત પોલીસ નશાના રવાડે ચઢેલાને બચાવે છે. સુરતીઓ મોટા દિલ વાળા લોકો છે. આપણી અંદરની શક્તિનો ઉપયોગ કરો. આપણે માત્ર 26 મી જાન્યુઆરીએ આ કાર્યક્રમ પૂર્ણ કરીને આપણે જવાબદારીમાંથી હાથ ઊંચા નથી કરવાના. તમે અનેક યુવાનોને બચાવ્યા છે અને તમારી શક્તિ ખૂબ મોટી છે. હું સુરત પોલીસને અભિનંદન આપું છું. 

 

(1:15 AM IST)