<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

અરવલ્લીના મેઘરજમાં એક ખેડૂતને પાર્સલ એજન્સીના બહાને પાંચ લાખનો ચૂનો લગાવ્યો

ગાંધીનગરની વર્સ્ટ લોજિસ્ટિક ઈન્ડિયા કંપની અને તેના માલિક સહિત બે લોકો સામે ફરિયાદ

અરવલ્લીના મેઘરજમાં  એક ખેડૂતને પાર્સલ એજન્સીના બહાને પાંચ લાખનો ચૂનો લગાવ્યો હોવાની ઘટના સામે આવી છે. ગાંધીનગરની વર્સ્ટ લોજિસ્ટિક ઈન્ડિયા કંપની અને તેના માલિક સહિત બે લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે. ખેડૂતને જાણીતી કંપનીના પાર્સલ અને કમિશનની લાલચ આપી હતી. આરટીજીએસ મારફતે પાંચ લાખ જમા લઈ એજન્સી જ શરૂ કરી નહોતી.અગાઉ ભૂજ અને વિજાપુરમાં પણ ઠગાઈ કર્યાનું સામે આવ્યું હતું. મેઘરજ પોલીસે બંને આરોપી સામે ગુનો નોંધ્યો છે. 

(1:24 AM IST)