<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

ક્ષત્રિય ઠાકોર સમાજનું ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન :મધ્યરાત્રીના 3 વાગે યોજાશે અભ્યુદય સંમેલન

ગાંધીનગરના રામકથા મેદાનમાં સંમેલનને લઈ તૈયારીઓ શરૂ: સામાજીક અને શૈક્ષણિક સુધારણા માટે સંમેલનમાં સામાજીક આગેવાનો, રાજકીય આગેવાનો રહેશે ઉપસ્થિત

ગાંધીનગર : ક્ષત્રિય ઠાકોર સમાજનું ગાંધીનગરમાં આજે શક્તિ પ્રદર્શન યોજાશે. અડધી રાત્રે ગાંધીનગરના રામકથા મેદાનમાં ઠાકોર સમાજનું સંમેલન મળશે.ઠાકોર સમાજના સંમેલનને અભ્યુદય નામ આપવામાં આવ્યું છે. ગાંધીનગરના રામકથા મેદાનમાં સંમેલનને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આજે મોડી રાત્રે 3 વાગ્યા બાદ ઠાકોર સમાજનું સંમેલન યોજાશે.સામાજીક અને શૈક્ષણિક સુધારણા માટે સંમેલન મળી રહ્યું છે જેમાં સામાજીક આગેવાનો, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે અલબત્ત રાત્રે 3 વાગે કેમ સમેલન યોજાઈ રહ્યું છે તે અંગે અનેકવિધ ચર્ચાઓ થઈ રહી છે

(1:29 AM IST)