<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

નવા ઉદ્યોગોની જેમ કૃષિ સ્‍ટાર્ટઅપ કેમ નહીં?

બિનખેડૂતો ખેતીની જમીન ખરીદી શકે તેવો કાયદો લાવવા સરકારને રજૂઆત

ગાંધીનગર,તા.૨૭: ગુજરાત સરકાર દ્વારા મહેસૂલી કાયદાઓને સરળ બનાવવા માટે બે ઉચ્‍ચ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેને આવકારીને રાજ્‍યના હિતમાં ‘ઘરખેડ'ના કાયદામાં સુધારા કરવા માટે એક મહત્‍વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં બિનખેડૂતો પણ ખેતીની જમીન ખરીદી શકે તેવો કાયદો લાવવા પર ભાર મૂકવામાં આવ્‍યો છે.

આ અંગે (૧) મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, (૨) ઉપમુખ્‍યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી અને (૩) મહેસૂલ સચિવશ્રી જયંતિ રવિને પત્ર લખીને જુનાગઢ કોર્પોરેશનના પૂર્વ કોર્પોરેટર શ્રી મુકેશ ધોળકિયા (૯૮૭૯૫ ૧૧૩૩૭) દ્વારા જણાવવામાં આવ્‍યું છે કે, જેમ નવા વેપારી-ઉદ્યોગકારોને પ્રોત્‍સાહન મળે છે, તેમ નવા ખેડૂતોને પણ તક મળવી જોઈએ.

ખેતી એક હુન્નર અને વ્‍યવસાય રજૂઆતમાં તર્ક આપવામાં આવ્‍યો છે કે સોની કામ કરનાર વ્‍યક્‍તિ મૂળ સોની જ હોય તે જરૂરી નથી, કે કડિયાના દીકરા જ કડિયાકામ કરે તેવો નિયમ નથી. તે જ રીતે, ખેતી પણ એક વ્‍યવસાય અને કળા છે. જો કોઈને ખેતીનો શોખ હોય કે આવડત હોય, તો તેને ખેડૂત હોવું ફરજિયાત ન હોવું જોઈએ.

 કળષિ સ્‍ટાર્ટઅપ અને ગ્રામ્‍ય જીવનઃ સરકાર ઉદ્યોગો માટે સ્‍ટાર્ટઅપ યોજનાઓ લાવે છે, તો ‘કળષિ સ્‍ટાર્ટઅપ' કેમ નહીં? નવા ખેડૂતો અને નવી ટેકનોલોજીથી ભાંગતા ગ્રામ્‍ય જીવનને ફરી જીવંત કરી શકાશે અને શહેરીકરણ અટકાવી શકાશે.

જમીન અને ઉત્‍પાદનઃ એક ડેટા મુજબ હાલ માત્ર ૧૬્રુ જમીન પર જ ખેતી થાય છે. ઘણી જમીનો બિનખેડવાણ કે પડતર પડી છે કારણ કે નવી પેઢી ખેતી કરવા તૈયાર નથી. વધતી વસ્‍તી સામે ખેત ઉત્‍પાદન વધારવા માટે નવા સાહસિકોને જમીન આપવી જરૂરી છે.

જમીન ટોચ મર્યાદાનો કાયદોઃ બિનખેડૂતોને છૂટ આપવાથી ઉદ્યોગપતિઓ જમીન પચાવી પાડશે તેવો ડર અસ્‍થાને છે, કારણ કે રાજ્‍યમાં ૪૦ થી ૫૧ એકરની જમીન ટોચ મર્યાદાનો કાયદો અમલમાં છે જ.

રોજગારીની તકોઃ દર વર્ષે એગ્રીકલ્‍ચરનો અભ્‍યાસ કરતા હજારો યુવાનોને નોકરી શોધવી પડે છે. જો આ કાયદો આવે તો તેઓ સ્‍વ-રોજગાર મેળવી જાત ખેતી કરી શકશે.

અંતમાં, સરકારે વાસ્‍તવિકતા સ્‍વીકારીને ખેતીને એક ઉદ્યોગ ગણી, બિનખેડૂત પણ ખેતીની જમીન ધારણ કરી શકે તેવો કાયદો લાવવા નમ્ર અપીલ કરવામાં આવી છે. જેથી રાજ્‍યમાં કૃષિ ક્રાંતિ અને આર્થિક સુધારો લાવી શકાય. 

(1:38 PM IST)