News of Tuesday, 27th January 2026
સુરતના ઇકોનોમિકસ સેલના એસીપી ઘનશ્યામસિંહ સરવૈયા સહિત એક ડઝન અધિકારી સ્ટાફ પર કળશ ઢોળાયો
રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરાયેલ વિશિષ્ઠ સેવા ચંદ્રકઃ ગુજરાતના એક માત્ર મહિલા અધિકારી નીપૂણા તોરવણે પસંદગી પામ્યા : IPS પી એલ. માલ , જેલ ડીઆઇજી એ.કે ચૌહાણ અને સ્ટેટ મોનીટરીંગ સેલના એસપી મયુરસિંહ ચાવડા વિગેરેનો સમાવેશ

રાજકોટ તા. પ્રજાસતાક પર્વ અંતર્ગત રાષ્ટ્રપતિ દ્વારા જાહેર થતા વિવિધ સંવર્ગના વિશિષ્ટ અને પ્રશંસનીય પોલીસ મેડલમાં ગુજરાતમાંથી વિશિષ્ટ સેવાઓ બદલ એક માત્ર મહિલા IPS અધિક પોલીસ મહાનિર્દેશક અને ગળહ મંત્રાલયમાં અગ્ર સચિવ તરીકે ફરજ બજાવતા નિપૂણા ચૌધરીની પસંદગી થયેલ છે વિશિષ્ઠ સેવામાં IB ના નાયબ પોલીસ કમિશનર એસ એસ રઘુવંધીનો સમાવેશ છે, જયારે પ્રશંશનીય સેવા બદલ સુરતના આર્થિક ગુન્હા નિવારણ વિભાગમાં કાબિલેદાદ ફરજ બજાવવા બદલ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ગુજરાતમાં પોતાની અનન્ય સેવાઓ બદલ લોકપ્રિય બનેલ ઘનશ્યામસિંહ સરવૈયા વિહારનો સમાવેશ છે, જે તમામ નામો આ મુજબ છે.

(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
