News of Tuesday, 27th January 2026
મોરબીને રૂ. ૧૦૪૨ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ ધરતા ભુપેન્દ્રભાઈ
સિરામિક હબ મોરબી ‘વિકસિત ગુજરાત'ની આધારશીલાઃ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના સંકલ્પમાં મોરબી નિર્ણાયક સાબિત થશે : નાનું એવું નગર મોરબી વિકાસના પથ પર હરણફાળ ભરી આજે મહાનગર બન્યું છે : મોરબી પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાઃસરકાર મોરબીને જનકલ્યાણના અનેક કામો આપવા સતત તત્પર : રાજ્યમંત્રી કાંતિભાઈ અમળતિયા

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબીઃ : ગુજરાતની વિકાસયાત્રાને નવી ઊંચાઈએ લઈ જવાના નિર્ધાર સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સિરામિક સીટી મોરબીને રૂ. ૧૦૪૨ કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપી હતી. આ ગરિમાપૂર્ણ સમારોહમાં મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વિકાસ કામોની ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઈઝ નહીં કરવામાં આવે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વમાં ૨૦૧૩માં અસ્તિત્વમાં આવેલો મોરબી જિલ્લો આજે વિકસિત ગુજરાતની આધારશીલા બન્યો છે. દેશના ૮૦ ટકા સિરામિક ઉત્પાદન સાથે મોરબી ઔદ્યોગિક ક્ષેત્રે નેતળત્વ કરી રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાત ભારતમાં સૌથી સુદ્રઢ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ ધરાવતું રાજ્ય છે. અગાઉ આખા વિભાગનું જે બજેટ હતું તેટલી રકમના કામો આજે એકલા મોરબી જિલ્લાને મળી રહ્યા છે.
આ પ્રસંગે મોરબીના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, મોરબી નાનકડા નગરમાંથી વિકાસની હરણફાળ ભરીને મહાનગર બન્યું છે.
જ્યારે રાજ્યમંત્રી કાંતિભાઈ અમળતિયાએ ૧૦ લાખ વળક્ષો સાથેના નમો વનનો ઉલ્લેખ કરી સરકાર જનકલ્યાણ માટે તત્પર હોવાનું જણાવ્યું હતું.
કલેક્ટર કે.બી. ઝવેરીએ સ્વાગત પ્રવચનમાં ખેડૂતોને ચૂકવાયેલી ૪૦૮ કરોડની સહાયનો ઉલ્લેખ કર્યો હતો, જ્યારે આભારવિધિ મ્યુનિસિપલ કમિશનર સ્વપિ્નલ ખરેએ કરી હતી.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઙ્કમુખ હંસાબેન પારઘી, ધારાસભ્યો જીતુભાઈ સોમાણી, દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા, મેઘજીભાઈ ચાવડા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, પૂર્વ મંત્રીઓ બ્રિજેશભાઈ મેરજા અને જયંતીભાઈ કવાડિયા, ડી.ડી.ઓ. એન.એસ. ગઢવી તેમજ અગ્રણીઓ જયંતીભાઈ રાજકોટિયા અને જયંતીભાઈ ભાડેસીયા ઉપસ્થિત રહ્યા હતા.
રૂ. ૧૦૪૨ કરોડના કામોનું ગણિત
*મુખ્યમંત્રીના હસ્તે કુલ ૨૮૪ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
* લોકાર્પણઃ રૂ. ૪૩૯.૪૬ કરોડના ખર્ચે ૧૫૪ કામો. * ખાતમુહૂર્તઃ રૂ. ૬૦૩.૨૫ કરોડના ૧૩૦ કામો.
* મહાનગરપાલિકાઃ શહેરી વિકાસના રૂ. ૫૨૮ કરોડથી વધુના ૭૬ કામો.
* વહીવટી તંત્રઃ રોડ-રસ્તા સહિતના રૂ. ૫૧૪ કરોડથી વધુના ૨૦૮ કામો.
મોરબીને મળનારી પ્રમુખ ભેટ
* ઉમિયા સર્કલ બ્રિજઃ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ઉમિયા સર્કલ પર ભવ્ય ઓવરબ્રિજ.
* કેનાલ પ્રોજેક્ટઃ શહેરમાંથી પસાર થતી કેનાલને કોન્ડ્યુટ (બોક્સ) કરાશે.
* રોડ કનેક્ટિવિટીઃ મોરબી-હળવદ અને મોરબી-જેતપર રોડ સહિત ૪૫ કામો (રૂ. ૩૮૮ કરોડ).
* પાણી પુરવઠોઃ ૯૦ ગામો માટે જૂથ પાણી પુરવઠા યોજના (રૂ. ૨૨.૭૭ કરોડ).
* સુશોભનઃ મણીમંદિર અને ગ્રીન ટાવરનું આધુનિક ડેકોરેટિવ લાઇટિંગ.
નમો વનની મુલાકાતે મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રફાળીયા ખાતે ૪૦ હેક્ટરમાં પથરાયેલા નમો વનની મુલાકાત લીધી હતી. માત્ર ચાર મહિનામાં જ આ વન લીલુંછમ બની જતા તેમણે રાજીપો વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે તેમણે પાંજરાપોળ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે ચર્ચા કરી વનના જતન અને પર્યાવરણીય સુવિધાઓ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ વન મોરબી માટે નવું પર્યટન સ્થળ અને ઓક્સિજન પાર્ક બની રહેશે.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
