હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સે સૌરાષ્ટ્રના વિકાસ માટે નવી કેડી કંડારીઃ જીતુભાઈ વાઘાણી
જેતપુરમાં રાજકોટ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણીઃ ૨૫ લાખનો ચેક અર્પણ અને સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિજનોનું સન્માન

(કેતન ઓઝા દ્વારા) જેતપુર-રાજકોટઃ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જેતપુરમાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ૭૭મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રગાન સાથે તિરંગાને સલામી આપવામાં આવી હતી. આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સમાં થયેલા કરારોએ સૌરાષ્ટ્ર વિસ્તારની પ્રગતિ માટે નવી કેડી કંડારી છે.
પરેડ નિરીક્ષણ અને સાંસ્કળતિક પ્રસ્તુતિઃ મંત્રીશ્રીએ જિલ્લા કલેક્ટર ડો. ઓમપ્રકાશ અને પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર સાથે પરેડ નિરીક્ષણ કર્યું હતું. પરેડ કમાન્ડર પ્રોબેશનરી આઇ.પી.એસ. અધિકારી પ્રખરકુમાર અને ઉપકમાન્ડર પોલીસ ઇન્સ્પેક્ટર પાર્થરાજસિંહ જાડેજાની આગેવાનીમાં મહિલા પોલીસ અને અશ્વ દળ સહિત ૦૫ પ્લટુને માર્ચપાસ્ટ કરી હતી. કાર્યક્રમમાં ડોગ સ્કવોડ અને હોર્સ રાઇડિંગના દિલધડક કરતબો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો અને રાસની કળતિઓ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત, સરકારની વિવિધ યોજનાઓ દર્શાવતા ૧૧ જેટલા ટેબ્લોનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
વિકસિત ભારત અને ગુજરાતનો સંકલ્પઃ સંબોધન કરતા મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વમાં ભારત ૨૦૪૭માં વિકસિત રાષ્ટ્ર બનવા તરફ અગ્રેસર છે. ગુજરાત સરકાર ‘‘વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત''ની નેમ સાથે આગળ વધી રહી છે. તાજેતરમાં સૌરાષ્ટ્ર-કચ્છ માટે યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સમાં ૫ લાખ કરોડથી વધુના રોકાણો માટે આશરે ૫ હજાર સમજૂતી કરારો થયા છે. રાજ્ય સરકાર ડ્રોન દીદી, પ્રાકળતિક ખેતી અને કળષિ રાહત પેકેજ દ્વારા ખેડૂતો અને મહિલાઓના ઉત્કર્ષ માટે સતત કાર્યરત છે.
સન્માન અને ચેક અર્પણઃ આ રાષ્ટ્રીય પર્વે સ્વાતંત્ર્ય સેનાની શ્રી ધીરજલાલ રાવલ અને સ્વ. શ્રી છગનભાઈ કટારીયાના પરિજનોનું શાલ અને ચરખાની પ્રતિકળતિ આપી સન્માન કરવામાં આવ્યું હતું. શ્રેષ્ઠ કામગીરી બદલ ૭૦ જેટલા સરકારી કર્મયોગીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. મંત્રીશ્રીના હસ્તે રાજકોટ જિલ્લાના વિકાસ માટે કલેક્ટર ડો. ઓમ પ્રકાશને રૂપિયા ૨૫ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. મહાનુભાવોએ અશ્વોને ગોળ ખવડાવી માનવતાવાદી અભિગમ દાખવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણી, ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, પ્રાંત અધિકારી શ્રી રાહુલ ગમારા, મામલતદાર શ્રી આશિષભાઈ બાકલખિયા અને અગ્રણી શ્રી અલ્પેશભાઈ ઢોલરીયા સહિતના અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં વળક્ષારોપણ કરવામાં આવ્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
