News of Tuesday, 27th January 2026
દરિયાઇ વિસ્તારોમાં પુર-વાવાઝોડા વખતે વીજળી પુરવઠો જાળવી રાખવા અંડરગ્રાઉન્ડ કેબલ નખાશે
ગાંધીનગરમાં ધ્વજવંદન પ્રસંગે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલની જાહેરાત

ગાંધીનગરમાં ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે યોજાયેલ ધ્વજવંદન પ્રસંગે કલેકટર શ્રી મેહુલ દવે અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.
ગાંધીનગર, તા.૨૭: રાષ્ટ્રની આન, બાન અને શાન સમા ૭૭માં પ્રજાસત્તાક પર્વની ગાંધીનગર જિલ્લા કક્ષાની ઉજવણી માણસા તાલુકા મથકે ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ પરેડનું નિરીક્ષણ અને ત્રિરંગાને સલામી આપી પ્રજાસત્તાક પર્વની સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.
દેશભક્તિપર્વના ઉમંગભર્યા માહોલમાં થયેલી ઉજવણી દરમિયાન મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે સ્થાનિક નગરજનો, વિદ્યાર્થીઓનું અભિવાદન ઝીલ્યું હતું. આ તકે મંત્રીશ્રીના હસ્તે વળક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
૭૭માં ગણતંત્ર દિવસ નિમિત્તે ઉર્જા અને પેટ્રોલિયમ મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલે સ્વતંત્રતા, સમાનતા, બંધુતાના મૂલ્યોના જતન કરતાં બંધારણ અને તેના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરને વંદન કરતા કહ્યું હતું કે, વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના પ્રયાસ અને સૌના વિશ્વાસ'ના મંત્ર સાથે રાજકીય, આર્થિક અને સાંસ્કળતિક મૂલ્યોના જતન અને વળદ્ધિ સાથેની કાર્ય સંસ્કળતિ વિકસાવી છે.
તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતના વિકાસમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથે આધુનિક ટેકનોલોજીના સમન્વયથી વિકાસના નવા આયામો સર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ક્લીન ગ્રીન એનર્જીને પ્રોત્સાહન સાથે ૨૪,૯૯૪ મેગા વોટ એનર્જી ઉત્પાદન માટેનો ગુજરાત સરકારે સંકલ્પ કર્યો છે. જે માટે ખાવડા, ભાવનગર જેવા અનેક વિસ્તારોમાં સોલાર અને હાઈબ્રીડ એનર્જી પાર્ક બનાવવામાં આવ્યા છે. ગુજરાતમાં ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા ૭૭,૪૫૦ ડોમેસ્ટિક અને ૯૮,૦૦૦ થી વધુ ઇન્ડસ્ટ્રીયલ કનેક્શન પૂરાં પાડવામાં આવશે.
સોલાર એનર્જીને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા સરકારી ખરાબા પર વીજ મથકોની સ્થાપના કરવામાં પણ આવશે તેમ જણાવતા મંત્રીશ્રીએ આ વર્ષમાં ગુજરાતભરમાં નવા ૧૨૧ સબ સ્ટેશન બનાવવા તથા દરિયાઈ વિસ્તારમાં વાવાઝોડા અને અતિવળષ્ટિ સમયે ખોરવાતા વીજ પુરવઠાને નિવારવા માટે અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી અંગે ઘોષણા કરી હતી.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ૨૦૨૬ના વર્ષને પ્રવાસન વર્ષ તરીકે ઉજવવામાં આવશે. જે માટે યાત્રાધામ અંબાજીને ૧૬૩૦ કરોડના ખર્ચે તબક્કાવાર વિકસાવવામાં આવશે. આ સાથે જ બહુચરાજીને રૂ.૮૦ કરોડ, રૂ.૧૨૫ કરોડના ખર્ચે ડાકોર તેમજ રૂ. ૧૩૦ કરોડના ખર્ચે ગિરનારના પગથિયાંના નવીનીકરણની કામગીરી પ્રવાસન વર્ષ દરમિયાન કરવામાં આવશે. તેમણે ગુજરાતમાં ઇઝ ઓફ ડુઈંગમાં રહેલા જનવિશ્વાસને દર્શાવી રાજ્યની આંતરમાળખાકીય સુવિધાઓની પ્રગતિ વિશે જણાવ્યું હતું.
આ વેળાએ પોલીસ બેન્ડની મધુર સુરાવલિઓની ધૂન વચ્ચે હોમગાર્ડ્ઝ, એન.સી.સી, ડોગ સ્કોડ, પોલીસ જવાનો વગેરે પ્લાટુનની શિસ્તબદ્ધ પરેડ સહિત અન્ય સુરક્ષા જવાનોની પરેડને સૌએ નિહાળી હતી. જેનું સંપૂર્ણ સંચાલન આઈ.પી.એસશ્રી માનસી મીણા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ તકે માણસા તાલુકાની વિવિધ શાળાઓના બાળકોની રાષ્ટ્રભક્તિ,્વી સશક્તિકરણ, વિસરાતી રમતો અને આપણી અદ્વિતીય સંસ્કળતિને ઉજાગર કરતી નળત્ય પ્રસ્તુતિઓઓએ સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. ઉપરાંત વિવિધ વિભાગોના ટેબ્લોએ રસ સભર માહિતી આપતાં આકર્ષણ જમાવ્યું હતું.જેમાંથી પ્રથમ નંબરે UGVCL નો ટેબ્લો તથા દ્વિતીય કેટેગરીમાં હર ઘર જલ અને તળતીય સ્થાને DRDA વિભાગના માહિતી સભર ટેબ્લોને પુરસ્કળત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિ. પંચાયત પ્રમુખશ્રી શિલ્પાબેન પટેલ, ધારાસભ્યશ્રી કલોલ લક્ષ્મણજી ઠાકોર, જિલ્લા કલેકટરશ્રી મેહુલ કે.દવે,જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.જે પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રવિતેજા વાસમશેટ્ટી, નિવાસી અધિક કલેકટરશ્રી નિશા શર્મા,મુખ્ય જમીન સંપાદન અધિકારીશ્રી અર્જુનસિંહ વણઝારા સહિત જિ. પં. અને તા.પંચાયતના પદાધિકારીઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, નગરજનો, શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(2:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
