<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

તમારો વોટ અને ગુજરાતનો વટ...!!વોટિંગ માટેની સમયમર્યાદા વધારવામાં આવી : ગુજરાતની ઝાંખીને ચમકાવીએ

77મા પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં કર્તવ્યપથ, નવી દિલ્હી ખાતે "સ્વતંત્રતા કા મંત્ર : વંદે માતરમ”ના કેન્દ્રવર્તી વિષયને અનુલક્ષીને રજૂ થયેલ ગુજરાતની ઝાંખીને વધુમાં વધુ વોટ કરી સતત ચોથા વર્ષે વિજેતા બનાવીએ

અમદાવાદ તા.૨૭ : તમારો વોટ અને ગુજરાતનો વટ...!!વોટિંગ માટેની સમયમર્યાદા વધારવામાં આવી છે.

વોટિંગ લિંક તા.27 જાન્યુઆરી, 2026ના રાત્રે  11.45 કલાક સુધી ખુલ્લી હોઈ, ભરપૂર વોટિંગ કરી ગુજરાતને  વિજેતા બનાવો.

77મા પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં કર્તવ્યપથ, નવી દિલ્હી ખાતે  "સ્વતંત્રતા કા મંત્ર : વંદે માતરમ”ના  કેન્દ્રવર્તી વિષયને અનુલક્ષીને રજૂ થયેલ ગુજરાતની ઝાંખીને વધુમાં વધુ વોટ કરી સતત ચોથા વર્ષે વિજેતા બનાવીએ...

આ રીતે કરી શકો છો આપ વોટિંગ :*_

અહીં નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો :Contribute to the Poll on MyGov. More details at https://www.mygov.in/node/365980/

ત્યારબાદ, રાજ્યોના ટેબ્લોની સૂચિ જુઓ, જેમાં ગુજરાત 02 (બીજા  ક્રમાંકે) છે, ત્યાં  ટીક કરો.

નીચે લીલા બટનમાં Log in to Participate છે  દબાવો.ત્યાર બાદ તમારા મોબાઈલ નંબર/ઇ-મેલ આઈડી લખો.જેથી તમને એક OTP પ્રાપ્ત થશે.આ OTP લખતા થોડીવારમાં જ તમારો વોટ ગુજરાતને રજીસ્ટર થઇ જશે. 

Gujarat Tableau ને તમે જો SMS થી વોટિંગ કરવા માંગતા હો તો નીચેની પદ્ધતિનો અમલ કરો :  SMS Syntax:MYGOVPOLL<space>365969<comma>2

Send to 7738299899

(2:43 PM IST)