<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

જયરાજ આહિરની ધરપકડથી સમાજને ન્‍યાય મળ્‍યોઃ હિરાભાઇ સોલંકી

અમદાવાદઃ તા.૨૭: બગદાણા હુમલા કેસમાં જયરાજ આહિરની ધરપકડ થતાં મામલાએ નવો વળાંક લીધો છે. આ ઘટનાને લઈને ધારાસભ્‍ય હીરા સોલંકીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્‍યું હતું કે, જયરાજની ધરપકડથી સમાજને ન્‍યાય મળ્‍યો છે.

કોળી સમાજના આભાર સંમેલનમાં ઉપસ્‍થિત રહી હીરા સોલંકીએ જણાવ્‍યું હતું કે, આ કેસને લઈને જે શંકા હતી તેનું હવે સમાધાન થઈ ગયું છે. તેમણે આ સમગ્ર કાર્યવાહી બદલ મુખ્‍યમંત્રી, નાયબ મુખ્‍યમંત્રી તેમજ રાજ્‍ય સરકારનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. હીરા સોલંકીએ વધુમાં જણાવ્‍યું હતું કે, જે અપેક્ષા હતી તે મુજબ સરકારે યોગ્‍ય રીતે કાર્ય કર્યું છે. 

(3:23 PM IST)