હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સારા નાગરિક બની દેશની પ્રગતિમાં સહયોગી બનીએઃ સુનયના તોમર
સ્વચ્છતા અને દેશપ્રેમ પર ભાર મૂકતા નિવૃત સનદી અધિકારી હીરામણિ સંકુલમાં નરહરિ અમીનની હાજરીમાં પ્રજાસતાક પર્વની ઉજવણી

અમદાવાદના હીરામણિ શિક્ષણ સંકુલમાં રાજયના નિવૃત અધિક મુખ્ય સચિવ સુનયના તોમરની હાજરીમાં પ્રજાસતાક દિવસની ઉજવણી કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર.
રાજકોટ તા.૨૭: અમદાવાદની હીરામણિ સ્કૂલમાં ૨૬ મી જાન્યુઆરીએ ૭૭ માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ સવારે ૮.૦૦ કલાકે નિવૃત અધિક મુખ્ય સચિવ સુનયના તોમરના મુખ્ય મહેમાન પદે યોજાયો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આપણે સમયની કિંમત કરવી જોઈએ. સાર્વજનિક પોપર્ટીનો ઉપયોગ કરવામાં સ્વચ્છતા જરુરી છે. જેમ આપણને આપણા ઘરને સ્વચ્છ રાખવાની દરકાર છે, તેવી દેશ માટે હોવી જોઈએ. દરેક બાળક અને વ્યક્તિ જો સારો નાગરિક બનવા પ્રયત્ન કરશે, પોતાની જાતને પ્રેમ કરશે, દેશને પ્રેમ કરશે તો દેશની પ્રગતિને કોઈ રોકી શકશે નહીં.
આ પ્રસંગે હીરામણિ સંસ્થાનાં પ્રમુખ અને સાંસદ, - ગુજરાત રાજ્ય નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન અમીન, મેનેજિંગ ટ્રસ્ટીશ્રી ડો.વરુણ અમીન, ટ્રેઝરર વિજુલ અમીન નિવળત્ત આઈ.પી.એસ. અધિકારી અજયકુમાર તોમર, ગર્વનિંગ બોર્ડના સભ્ય શ્રી પ્રવિણભાઈ અમીન, સી.ઈ.ઓ. ભગવત અમીન તેમજ સ્કૂલનાં તમામ આચાર્યશ્રીઓ અને વિદ્યાર્થીઓ, સાંધ્યજીવન કુટીરનાં વડીલો, ઉપસ્થિત રહ્યાં હતાં.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
