<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

તરસાડીમાં હોમગાર્ડે આત્મહત્યા કરતા ચકચાર: કોસંબા પોલીસ સ્ટેશનના હોમગાર્ડ નીતિન જોશીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ફરજ પુરી કરી ઘરે આવી રૂમમાં ગળે ફાંસો ખાદ્યો : ભાઈ-ભાભીએ જોતા તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો

સુરતઃ તરસાડીમાં હોમગાર્ડે આત્મહત્યા કરતા ચકચાર મચી ગઇ છે.  કોસંબા પોલીસ સ્ટેશનના હોમગાર્ડ નીતિન જોશીએ આપઘાત કર્યો હતો  ફરજ પુરી કરી ઘરે આવી રૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું  ભાઈ-ભાભીએ જોતા તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં  હોસ્પિટલમાં ફરજ પરના ડોકટરે યુવકને મૃત જાહેર કર્યો હતો  પોલીસે મૃતદેહને પી.એમ માટે ખસેડ્યો છે . પોલીસે આપઘાતના કારણ અંગે તપાસ હાથ ધરી છે .

(7:28 PM IST)