News of Tuesday, 27th January 2026
અમદાવાદમાં હાઉસિંગના મકાનોનું ચેકિંગ :ભાડે આપતા કે બંધ રાખતા હોય તો ચેતજો : મકાનોને સીલ કરવાની કાર્યવાહી થશે
.સરકારી યોજના અંતર્ગત હાઉસિંગનું મકાન મેળવ્યા બાદ પણ તેનો ઉપયોગ માલિક દ્વારા કરાતો ના હોય તો કરાશે કાર્યવાહી.

અમદાવાદમાં હાઉસિંગના મકાનો પર ચેકિંગ હાથ ધરાયું છે. હાઉસિંગના મકાન ભાડે અપાતા હોય કે પછી લાંબા સમયથી બંધ રાખવામાં આવ્યું હોય તેવા મકાનોને સીલ કરવાની કાર્યવાહી કરાશે.સરકારી યોજના અંતર્ગત હાઉસિંગનું મકાન મેળવ્યા બાદ પણ તેનો ઉપયોગ માલિક દ્વારા કરાતો ના હોય તો કાર્યવાહી કરવામાં આવશે, આગામી સમયમાં 1 મહિનામાં 1000 મકાનોનું ચેકીંગ કરાશે, 5629 મકાનોના ચેકિંગ દરમિયાન 372 મકાનની નોટીસ આપી છે જયારે 35 મકાનો સીલ કરાયા છે. 63 મકાનોને અંતિમ નોટિસ આપી છે. આગામી સમયમાં આવાસ યોજનાના વધુ મકાનો સીલ થાય તેવી શક્યતા છે .
(7:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
