તા. ૧૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 27th January 2026
રાજ્યના વધુ ત્રણ જિલ્લામાં ભાજપની ટીમ જાહેર : વલસાડ, ડાંગ અને સુરત જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારોની વરણી
જિલ્લા મહામંત્રી, મંત્રી, ઉપાધ્યક્ષ, મોરચા અને સેલના પ્રમુખોની જાહેરાત:વાવ-થરાદ જિલ્લા માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા ચાલુ : પ્રમુખ પદ માટે 50 કરતા વધુ ઉમેદવારો પહોંચ્યા

અમદાવાદ :ભારતીય જનતા પાર્ટી દ્વારા વધુ 3 જિલ્લા અને મહાનગરનું માળખું જાહેર કરાયું છે .વલસાડ. ડાંગ અને સુરત જિલ્લા ભાજપ સંગઠનનું માળખું જાહેર થયું છે, જે હેઠળ જિલ્લા મહામંત્રી, મંત્રી, ઉપાધ્યક્ષ, મોરચા અને સેલના પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. ગઇકાલે જુનાગઢ, દાહોદ, આણંદ જિલ્લા ભાજપનું માળખું જાહેર કરવામાં આવ્યું હતું. ઉપરાંત, નવરચિત વાવ-થરાદ જિલ્લા માટે તેમજ 4 તાલુકા માટેનાં પ્રમુખો માટેની સેન્સ પ્રક્રિયા પણ હાથ ધરાઈ હતી.
કેન્દ્ર અને રાજ્યમાં સત્તારૂઢ ભાજપ દ્વારા વધુ 3 જિલ્લા અને મહાનગર માટે જિલ્લા મહામંત્રી, મંત્રી, ઉપાધ્યક્ષ, મોરચા અને સેલના પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. માહિતી અનુસાર, વલસાડ, ડાંગ અને સુરત જિલ્લા ભાજપ સંગઠનનું માળખું જાહેર કરાયું છે. ગઇકાલે જુનાગઢ, દાહોદ, આણંદ જિલ્લા માટે ભાજપનું માળખું જાહેર કરવામાં આવ્યું હતું, જે હેઠળ અનુસુચિત જાતિ અને જનજાતિના પ્રમુખ, મહામંત્રીની જાહેરાત કરાઈ હતી. સાથે જ ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, કોષાધ્યક્ષ, યુવા મોરચો, મહિલા મોરચો, કિસાન મોરચો, OBC મોરચાની પણ જાહેરાત કરાઈ હતી. ઉપરાંત, સો. મીડિયા વિભાગ, આઇટી વિભાગ અને મીડિયા વિભાગની પણ જાહેરાત કરવામાં આવી હતી.
બીજી તરફ, વાવ-થરાદ જિલ્લા માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સંગઠન અને જિલ્લા પ્રમુખ માટે ભાજપ દ્વારા આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ માટે રાજુભાઈ ધ્રુવ, ભાનુબેન બાબરિયા અને ગૌતમ શાહ પાલનપુર કમલમ ખાતે પહોંચ્યા હતા. માહિતી અનુસાર, પ્રમુખ પદ માટે 50 કરતા વધુ ઉમેદવારો સેન્સ પ્રક્રિયામાં આવ્યા હતા. દિયોદર ધારાસભ્ય કેશાજી ઠાકોર સહિત આગેવાનો સેન્સ પ્રક્રિયા માટે પહોંચ્યા હતા.
(11:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
