<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

ધો.૧૨ સાયન્‍સના ૧ લાખથી વધુ વિદ્યાર્થીની ૫ ફેબ્રુઆરીથી પ્રાયોગિક પરીક્ષા યોજાશે

પ્રાયોગિક પરીક્ષા માટેની હોલ ટિકિટ શિક્ષણ બોર્ડ દ્વારા ઓનલાઈન અપલોડ કરવામાં આવી : પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા દરેક સેન્‍ટર પર એક બાહ્ય નિરીક્ષકની નિમણૂક કરવામાં આવશે : પરીક્ષાના દિવસે જ વિદ્યાર્થીઓના ગુણ કેન્‍દ્ર સંચાલક દ્વારા શિક્ષણ બોર્ડને મોકલી આપવામાં આવશે

અમદાવાદ તા.૨૮: ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શ્રી.૧૭ સાયન્‍સની પ્રાયોગિક પરીક્ષાનો ૬ ફેબ્રુઆરીથી પ્રારંભ કરવામાં આવશે, આ પરીક્ષામાં સમગ્ર રાજ્‍યના ૧ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહેશે. પરીક્ષામાં સ્‍કૂલો પોલંપોલ ને ચલાવે તે માટે દરેક સેન્‍ટર પર જિલ્‍લા શિક્ષણાધિકારી દ્વારા એક બાહ્ય નિરીક્ષક મુકવામાં આવશે. આ ઉપરાંત પરીક્ષા માટે સાયન્‍સના સાધનો સહિતની વ્‍યવસ્‍યા કરવા માટે પણ સેન્‍ટરો પર સુચના આપી દેવામાં આવી છે. પ્રાયોગિક પરીક્ષામાં પરીક્ષાના દિવસે જ કેન્‍દ્ર સંચાલક દ્વારા શિક્ષણ બોર્ડને માર્ક મોકલી આપવામાં આવશે. પરીક્ષાને લઈને ભોર્ડ દ્વારા હોલ ટિકિટ તૈયાર કરી દેવામાં આવી છે અને ભોર્ડની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવી છે.

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડની પી.૧૦ તથા ૧૨ની પરીક્ષા ૨૬ ફેબ્રુઆરીથી લેવામાં આવનાર છે, જોકે, આ પરીક્ષા શરૂ થાપ તે પહેલા જ બોર્ડ દ્વારા ધો. ૧૨ સાયન્‍સની પ્રાયોગિક પરીક્ષા પૂર્ણ કરવામાં આવશે. પ્રાયોગિક પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. અને હવે ૫ ફેબ્રુઆરીથી શિક્ષણ બોર્ડ દ્વારા પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા ૧૩ ફેબ્રુઆરી સુધી ચાલશે. પરીક્ષા માટે બોર્ડ દ્વારા પરીક્ષા કેન્‍દ્રો નક્કી કરી દેવામાં આવ્‍યા છે, જયાં બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલા સ્‍લોટ અનુસાર બોર્ડની પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષામાં સમગ્ર રાજ્‍યમાંથી ૧ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત ઔશે. શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવતા મંગળવારે બોર્ડની વેબસાઈટ પર પરીક્ષા માટેની હોલ ટિકિટ અપલોડ કરી દીધી છે. શાળા દ્વારા શાળાનો ઈનેક્‍સ નંબર તથા મોબાઈલ નંબર અથવા ઈ-મેઈલ આઈડી દ્વારા લોગીન કરીને હોલટિકિટ ડાઉનલોડ કરી શકાશે. નીલટિકિટની પ્રિન્‍ટ કાઢી તેની ચકાસણી કરી સહી સિક્કા કરી વિદ્યાર્થીઓને આપવાની રહેશે. જો હોલ ટિકિટમાં ભુલ જણાય તો બોર્ડનો સંપર્ક કરવા માટે સૂચના આપવામાં આવી છે. બોર્ડ દ્વારા લેવાનારી ધો. ૧૨ સાયન્‍સની પ્રાયોગિક પરીક્ષાને લઈને સ્‍કૂલોને અગાઉ પણ સૂચના આપવામાં આવી હતી. જેમાં પ્રાયોગિક પરીક્ષા માટેની પુરતા સાપનોની ચકાસણી કરવા અને સાપનો ખુટતા હોય તો વ્‍યવસ્‍થા કરવા માટે તાકીદ કરાઈ હતી. બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલા સ્‍લોટ અનુસાર પરીક્ષા લેવામાં આવશે. પરીલા વખતે આંતરીક નિરીક્ષકની સાથે જિલ્‍લા શિક્ષણાધિકારી દ્વારા બાહ્ય નિરીક્ષકની પણ નિમણુંક કરવામાં આવી છે. જેથી તેઓ પરીક્ષા વખતે કોઈ ગેરરીતિ ન થાય તે માટે નજર રાખશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ કેન્‍દ્ર સંચાલક દ્વારા બોર્ડને તે માટે નજર રાખરો, પરીક્ષા પૂર્ણ રોજેરોજ વિદ્યાર્થીઓને ગુણ મોકલી આપશે. આમ, પરીક્ષાના દિવસે જ બોર્ડને વિદ્યાર્થીઓના ગુણ મળી રહેશે. જેથી ગુણમાં હેરફેર થવાની શક્‍યતા પર પૂર્ણ વિરામ મુકાશે.

 

(10:06 AM IST)