<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

જમીન વ્‍યવહારમાં 135-Dની નોટિસનો સમય ૩૦થી ઘટાડી ૧૦-૧૫ દિવસ થશે બદલાવઃ ત્રીજા પક્ષના ‘તોડ', અફસરાનના ‘વહીવટ' પર બ્રેક વાગશે

અમદાવાદ તા.૨૮: જમીન રેકર્ડમાં થતા દરેક ફેરફારને તબક્કે મહેસૂલ કાયદાની કલમ - ૧૩૫ ડી નોટિસને નામે વ્‍યવહારમાં જેમને કોઈ નિસબત નથી તેવા ત્રાહિત વ્‍યક્‍તિઓની વાંધા અરજી અને તે આધારે મહેસૂલી અફસરોના તોડ- વહિવટ ઉપર કાયમી રોક લાગી શકે છે. ગુજરાત સરકારે તે માટે જમીન મહેસૂલ કાયદાને સુધારવાની તૈયારી આદરી છે. જેમાં જમીન વ્‍યવહારમાં ૧૩૫-ડીની નોટીસ ઈસ્‍યુ થયેથી ૩૦ દિવસમાં વાંધા સુચનો રજૂ કરવાની સમયમર્યાદાને ઘટાડી ૧૦- ૧૫ દિવસ કરવાની દરખારત તૈયાર કરી છે.

છ વર્ષ પહેલા સરકારે ૧૩૫-ડીની નોટિસની પ્રક્રિયામાં મોબાઈલથી મેસેજીસ, ઈમેલ સહિત પ્રોસિજર્સને માન્‍યતા આપવા કાયદામાં સુધારો કર્યો હતો. અલબત્ત નોટીસની સામે વાંધા રજૂ કરવા માટે પહેલાથી ચાલી આવતી ૩૦ દિવસની મર્યાદા વધાવત રાખવામાં આવી હતી. આ નોટીસ હાલમાં પણ પોસ્‍ટ મારફતે  પક્ષકારોને પાઠવવામાં આવે છે. મહેસૂલી કાયદામાં સુધારા માટે કાર્યરત હાઈ લેવલ કમિટી સમક્ષ આ પકારની નોટીસની આડે જમીન વેચાણ, બોજા હક કે વરસાઈ સહિતના અન્‍ય કોઈ પણ પ્રકારે રેકર્ડમાં ફેરફારને તબકો રેકર્ડમાં રહેલા પક્ષકારો કે તેમના સીધી લીટીના હિત ધરાવતા પક્ષકારો સિવાયના ત્રાહિત વ્‍યક્‍તિઓ દ્વારા વાંધાઓ રજૂ થાય છે તેવી ફરિયાદો ઉઠી છે. ત્રાહિત પક્ષેથી રજૂ થતા વાંધાઓને કારણે તકરારી. RTS કેસો વધી રહ્યા છે. જેમાં સરવાળે ભષ્ટાચાર વધી રહ્યો છે. આથી, ૧૩૫-ડી નોટીસનો ઉપયોગ હવે તોડબાજી અને ભ્રષ્ટાચારને પ્રોત્‍સાહન પુરૂ પાડતી એક મોડસ ઓપરેન્‍ડી- MO તરીકે થઈ રહ્યો હોવાનું ધ્‍યાને આવતા ૩૦ દિવસને બદલે ૧૦-૧૫ દિવસમાં જ વાંધો રજૂ કરવા સમય મર્યાદા નક્કી કરવા કાયદો સુધારવા દરખાસ્‍ત તૈયાર કરાઈ રહી છે. જેના આધારે વિધાનસભામાં એક સુધારા વિષેયક રજૂ થશે. ખાસ સચિવ વિવાદ કલાએ થતી અપિલમાં પણ RTS કેસના નિર્ણષ માટે ચોક્કસ સમયગાળો નક્કી થશે.

(10:33 AM IST)