તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 28th January 2026
૧૪૫ નાયબ મામલતદારોની બદલી
રાજકોટના ચાવડા બોટાદમાં: બોટાદના ડોડિયા સુરેન્દ્રનગરઃ જૂનાગઢના ખખ્ખર રાજકોટમાં

રાજકોટ તા.૨૮: રાજયના મહેસુલ વિભાગ દ્વારા ૧૪૫ નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે.
અમદાવાદના આરતીબેન ગોહિલ જુનાગઢ, ગિર સોમનાથના ફાલ્ગુની રાજપરા જુનાગઢ, દ્વારકાના દીપક શ્રીગોર રાજકોટ, રાજકોટના અશ્વિન ચાવડા સુરેન્દ્રનગર, બોટાદના પ્રતાપ ઉધરેજા રાજકોટમાં, રાજકોટના સહદેવસિંહ જાડેજા બોટાદમાં નિમણુંક પામ્યા છે.
ઉપરાંત દ્વારકાના ચેતના નિનામા સાબરકાંઠા, અમરેલીના કરણસિંહ પરમાર ભાવનગર, દ્વારકાના મિલન નિમાવત રાજકોટ, સોમનાથના જે.વી. સિંધવ જુનાગઢ, જૂનાગઢના હર્ષા નિર્મળ રાજકોટ, સોમનાથના પંકજ કોડિયાતર રાજકોટ, દ્વારકાના એમ.આઇ. સુમરા જામનગર, જૂનાગઢના સી.એન. ખખ્ખર રાજકોટ, બોટાદના એચ.એમ. ડોડિયા સુરેન્દ્રનગર, સોમનાથના ઉમેદસિંહ ચાવડા જુનાગઢમાં, બોટાદના રાજેષ વડેખાણિયા સુરેન્દ્રનગર, જામનગરના મુર્તુજા માકડા રાજકોટ, બોટાદના વનરાજસિંહ સુરેન્દ્રનગર, સોમનાથના દર્શના સોસા જુનાગઢ, અમરેલીના કે.આઇ. સિંધી રાજકોટ, સોમનાથના વ્રજ કરમટા જુનાગઢ જિલ્લામાં નિયુકત થયા છે
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
