તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 28th January 2026
મુખ્યમંત્રી જૂનાગઢમાં, સરોવર સહિતના લોકાર્પણ, કાલે સાસણની સફર કરશે
મુખ્યમંત્રીશ્રીની સુરક્ષા, ટ્રાફિક નિયમનને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૮: રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે જુનાગઢ આવી રહ્યા છે તેઓ અહીં નરસિંહ મહેતા સરોવરનું લોકાર્પણ તથા જિલ્લાના અન્ય કામનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરશે. બે દિવસ સોરઠના પ્રવાસના ભાગરૂપે સાસણ જંગલ સફારી તથા બે સ્થળોએ ખાનગી ઙ્કસંગમાં હાજરી આપવાના છે.
જુનાગઢ શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશન કરવાના કામનું બે વાર બે અલગ-અલગ મુખ્યમંત્રીએ ખાતમુહૂર્ત કર્યું હતું. હવે સરોવરનું કામ પૂર્ણતાના આરે છે. હજુ આ કામનું કરોડો રૂપિયાનું ચુકવણું પણ બાકી છે પરંતુ કામ મહંદ અંશે પુરૂ થઈ ગયું છે.
મુખ્યમંત્રી સરોવરની ૧૦ મિનિટમાં મુલાકાત લેવાના છે. બપોરના તે સરોવર ખાતે પહોંચી ત્યાં ઈ-રિક્ષામાં સરોવરના વોકવે પરથી ચક્કર લગાવશે. ત્યારબાદ કળષિ યુનિવર્સિટીમાંથી સરોવર તથા જીલ્લાના કરોડો રૂપીયાના કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમ પૂર્ણ કરી સાસણ જવા રવાના થશે. સાસણ રાત્રી રોકાણ કરી સવારે જંગલ સફારી કરશે. મુખ્યમંત્રીના સોરઠ પ્રવાસમાં વિસાવદર તથા બોરવાવ લગ્નપ્રસંગમાં હાજરી આપવા જવાના છે.
મુખ્યમંત્રીશ્રીના જુનાગઢ પ્રવાસને લઈને એસપી સુબોધ ઓડેદરાની સૂચનાથી કળષિ યુનિવર્સિટી, નરસિંહ મહેતા સરોવર સુધીના વિસ્તારમાં ત્રણ કાર્યક્રમ સંદર્ભે હેલીપેડ ગ્રાઉન્ડથી ડીવાયએસપી, ૭ પીઆઈ, ૧૫ પીએસઆઈ અને ૧૫૦ પોલીસ, ૧૧૮ હોમગાર્ડ, ૭ ટ્રાફિક પોલીસ, ઘોડેશ્વાર, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સહિત કુલ ૩૫૦ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
