News of Wednesday, 28th January 2026
હાજી રમકડુ બાબતે ભાજપના બેવડા ધોરણઃ મનિષ દોશી
સરકારે પદમશ્રી પુરસ્કાર જાહેર કર્યો અને ભાજપના કોર્પોરેટરે એનું નામ મતદાર યાદીમાંથી કાઢવા અરજી કરી

અમદાવાદ તા. ર૮: હાજી રમકડાનું નામ રદ કરવા થયેલ અરજી અંગે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશી જણાવે છે. કે સમગ્ર દેશ અને દુનિયામાં કલાના કારણે હાજી ભાઇએ અલગ ઓળખાણ ઉભી કરી ૨૬ જાન્યુઆરીની પુર્વ સંધ્યાએ તેમને કલા ક્ષેત્રનો પદ્મશ્રી જાહેર કરવામાં આવ્યો કલા ક્ષેત્રના પદ્મશ્રી થી તેમને સન્માનવામાં આવે તો ગુજરાતી તરીકે ગૌરવની વાત છે જે વ્યક્તિએ પોતાની કલાથી ગુજરાત દેશ અને દુનિયામાં નામ બનાવ્યુ તેમનુ નામ મતદાર યાદીમાંથી દુર કરવા માટે જુનાગઢના ભાજપના કાઉન્સીલરે અરજી કરી છે.ફોર્મ ૭ ભરી નામ રદ કરવા માટે આપ્યું. આ પહેલાં શાહબુદ્દીનભાઇ રાઠોડ સાથે પણ આ પ્રકારનો ખેલ થયો આ કેવા પ્રકારની એસઆઇઆરની કામગીરી છે જ્યાં ભાજપના નેતાઓ ખેલ કરે છે જાણી જોઇને મતદાર યાદીમાં નામ દુર કરવાનું કાવતરૂ કરાઇ રહ્યુ છે.જેને પદ્મ મળ્યો તેને આપણે વધાવીએ અને તેમનુજ નામ મતદાર યાદીમાંથી દુર કરવા ભાજપાના નેતા અરજી કરે. વોટ ચોરીના બે ઉત્તમ પ્રકારના નમુના છે તેમ મનિષ દોશીનું કહેવું છે.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
