<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

શબ્‍દનો ઉમંગ મૌન થયોઃ બાબરાના હોનહાર પત્રકાર સ્‍વ.ઉમંગરાય છાંટબારને શ્રધ્‍ધાસુમન..

બાબરાના આંગણે આજે એક શૂન્‍યવકાશ છે,

જાણે સત્‍યના ખડિયામાં શાહી સુકાઈ ગઈ છે.

ઉમંગભાઈ..

તમે માત્ર સમાચાર નહોતા લખતા,

તમે તો આલેખતા હતા વેદના સામાન્‍ય માણસની.

પત્રકારત્‍વ તમારા માટે વ્‍યવસાય નહીં,

પણ એક નિઃસ્‍વાર્થ સેવા યજ્ઞ હતો.

ન કોઈ અપેક્ષા, ન કોઈ લોભ,

બસ, ગરીબોના આંસુ લૂછવાની એક તમન્ના.

જેનો કોઈ અવાજ નહોતો, એનો બુલંદ પડઘો તમે હતા,

વંચિતો અને પીડિતોના સાચા ‘બેલી' તમે હતા,

તમારી કલમ ક્‍યારેય ઝૂકી નહીં,

અને તમારી ખુમારી ક્‍યારેય ખૂટી નહીં.

આજે ભલે દેહ પંચમહાભૂતમાં વિલીન થયો,

પણ તમારા કાર્યોની સુગંધ,

બાબરાની હવામાં સદાય મહેકતી રહેશે.

તમે નથી, છતાં લાગો છો સાવ પાસે,

અ.ેક હોનહાર વ્‍યક્‍તિત્‍વની સ્‍મૃતિ,

હવે સદાય અમર રહેશે.

શબ્‍દો ભલે મૌન થયા,

પણ તમારો ‘ઉમંગ' સદાય જીવંત રહેશે.

(રચયિતાઃ કે.ડી.સેદાણી, આકાશ, કવિલેખકઃ મૂળ બાબરા, હાલ અમદાવાદ (મો.૭૬૯૮૧ ૮૫૩૪૩)

(3:15 PM IST)