<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

અમદાવાદ એરપોર્ટ પર લો વીઝીબીલીટીઃ ફ્‌લાઈટસનું શિડયુલ ખોરવાયું

અહીંથી ઉપડતા ૫૦થી વધુ વિમાનોને અસર : ૨-૩ કલાક મુસાફરો અટવાયા

અમદાવાદ : તા.૨૮, શ્રીનગર સહિતના પહાડી વિસ્‍તારોમાં ભારે હિમવર્ષા અને મેદાની વિસ્‍તારોમાં ‘લો વિઝિબિલિટી'ના કારણે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્‍ટરનેશનલ એરપોર્ટ પર ફ્‌લાઈટસનું શિડયુલ ખોરવાયું છે.

તાજેતરના અહેવાલો મુજબ, અમદાવાદ આવતી અને અહીંથી ઉપડતી અંદાજે ૫૦ જેટલી ફ્‌લાઈટ્‍સ ૨ થી ૩ કલાક જેટલી મોડી ચાલી રહી છે. ખાસ કરીને શ્રીનગરમાં ખરાબ હવામાનને કારણે ત્‍યાંની ફ્‌લાઈટ્‍સ રદ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત, અમદાવાદ-બેંગ્‍લૂરુ વચ્‍ચેની ફ્‌લાઈટ્‍સ પણ રદ થતા મુસાફરોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે.

એરપોર્ટ પર અરાજકતા જેવી સ્‍થિતિ વહેલી સવારથી જ ધુમ્‍મસને કારણે વિઝિબિલિટી ઘટતા રનવે પર કામગીરી પ્રભાવિત થઈ હતી. ફ્‌લાઈટ્‍સ લેટ પડવાને કારણે એરપોર્ટ પર મુસાફરોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. નાના બાળકો અને વળદ્ધો સાથે મુસાફરી કરતા લોકોએ કલાકો સુધી એરપોર્ટ પર રાહ જોવી પડી હતી, જેના કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્‍યો છે.

એરલાઈન્‍સ દ્વારા મુસાફરોને રિફંડ અથવા વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા માટે ખાતરી આપવામાં આવી રહી છે, પરંતુ શિડ્‍યુલ ખોરવાતા કનેક્‍ટિંગ ફ્‌લાઈટ પકડનારા મુસાફરો સૌથી વધુ પરેશાન થયા છે.

(3:49 PM IST)