News of Wednesday, 28th January 2026
પંચમહાલ જિલ્લા ભાજપના નવા સંગઠન માળખાની જાહેરાત : પ્રમુખ દ્વારા જિલ્લાના હોદ્દેદારો અને સાતેય મોરચાના પ્રમુખોની નિમણૂક : જુઓ સંપૂર્ણ સૂચિ
પ્રદેશ મોવડી મંડળ સાથેની પરામર્શ બાદ ૨૧ મુખ્ય પદાધિકારીઓ સહિત સોશિયલ મીડિયા અને આઈ.ટી. વિભાગના સંયોજકોના નામ જાહેર કરાયા

ગોધરા: ભારતીય જનતા પાર્ટી પંચમહાલ જિલ્લા દ્વારા સંગઠનાત્મક માળખામાં ફેરફાર કરી નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશના મોવડી મંડળ સાથે વિચારણા કર્યા બાદ પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા જિલ્લાના વિવિધ હોદ્દેદારો, મોરચાના પ્રમુખો અને મહામંત્રીઓની યાદી જાહેર કરવામાં આવી છે.
જિલ્લા સંગઠનના મુખ્ય હોદ્દેદારો
જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ તરીકે મેહુલભાઈ શાંતિલાલ પટેલ, છેલુભાઈ જલુભાઈ રાઠવા, સરદારસિંહ બળવંતસિંહ પટેલ, પરેશકુમાર કિરીટકુમાર ચૌહાણ, રણજીતસિંહ શાનાભાઈ ચૌહાણ, મગનભાઈ વિરમભાઈ પટેલીયા, શ્રીમતી કૈલાશબેન ઘનશ્યામભાઈ પરમાર અને શ્રીમતી રશ્મીકાબેન જયપ્રકાશભાઈ પટેલની વરણી કરવામાં આવી છે.
જિલ્લા મહામંત્રી તરીકે કુલદીપસિંહ પ્રવીણસિંહ સોલંકી, જીગ્નેશભાઈ શિવશંકર પાઠક અને નરેન્દ્રસિંહ ભારતસિંહ ગોહિલને જવાબદારી સોંપાઈ છે. જ્યારે મંત્રી તરીકે તખતસિંહ ગુલાબભાઈ બારિયા, પ્રવીણસિંહ ઉદેસિંહ પરમાર, ડૉ. પરાગભાઈ પંડ્યા, શ્રીમતી મનીષાબેન પ્રશાંતભાઈ પંચાલ, શ્રીમતી કિંજલબેન નીલેશભાઈ સંગાડા, શ્રીમતી કૈલાશબેન મહેન્દ્રભાઈ વાંણદ, શ્રીમતી ધર્મિષ્ઠાબેન દિનેશભાઈ માલીવાડ અને શ્રીમતી મણિબેન કાળુભાઈ પરમારની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત કોષાધ્યક્ષ તરીકે દિલીપભાઈ ઉદમસિંહ દસાડીયા અને કાર્યાલય મંત્રી તરીકે કૌશિક પ્રવીણભાઈ સિંઘાનિયાની પસંદગી થઈ છે.
વિભાગીય સંયોજકો અને મોરચાની ટીમ
પક્ષના પ્રચાર-પ્રસાર માટે સોશિયલ મીડિયા વિભાગમાં રોનકભાઈ કિશોરભાઈ રાઠોડ, આઈ.ટી. વિભાગમાં ધવલભાઈ ભાવેશકુમાર પરમાર અને મીડિયા વિભાગમાં હર્ષદભાઈ મહેરાને સંયોજક બનાવવામાં આવ્યા છે.
વિવિધ મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓની વિગતો નીચે મુજબ છે:
* યુવા મોરચો: પ્રમુખ તરીકે હાર્દિકભાઈ વિનોદચંદ્ર બારિયા તથા મહામંત્રી તરીકે હર્ષભાઈ અનુજકુમાર વ્યાસ અને વિવેકકુમાર વિપુલભાઈ શાહ.
* મહિલા મોરચો: પ્રમુખ તરીકે શ્રીમતી શૈફાલીબેન અંકુરભાઈ ઉપાધ્યાય તથા મહામંત્રી તરીકે શ્રીમતી મીનાબેન ડાકોરભાઈ પરમાર અને શ્રીમતી ભારતીબેન ભૂપતભાઈ પટેલ.
* કિસાન મોરચો: પ્રમુખ તરીકે કિરણસિંહ કાન્તીસિંહ સોલંકી તથા મહામંત્રી તરીકે જયપાલસિંહ રાઠોડ અને ગીરીશભાઈ પટેલ.
* બક્ષીપંચ (ઓબીસી) મોરચો: પ્રમુખ તરીકે વિજયભાઈ પ્રતાપભાઈ પટેલ તથા મહામંત્રી તરીકે સંજયભાઈ બકાભાઈ રાઠોડ અને કિરીટસિંહ સોમસિંહ ઠાકોર.
* અનુસૂચિત જાતિ મોરચો: પ્રમુખ તરીકે નારણભાઈ લીંબાભાઈ પરમાર તથા મહામંત્રી તરીકે કાનાભાઈ ધનાભાઈ પરમાર અને નટુભાઈ સોલંકી.
* અનુસૂચિત જન જાતિ મોરચો: પ્રમુખ તરીકે ભરતભાઈ જલુભાઈ રાઠવા તથા મહામંત્રી તરીકે દલપતભાઈ પુનાભાઈ નાયક અને કટારા સોમાભાઈ ચંદુભાઈ.
* લઘુમતી મોરચો: પ્રમુખ તરીકે મુસ્તુફાભાઈ પુનાવાલા તથા મહામંત્રી તરીકે હારુન દિવાન અને સઈદખાન પઠાણ.
આ નિમણૂકોની જાણ પ્રદેશ ભાજપના મોવડી મંડળ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ કરવામાં આવી છે.
(8:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
