<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

ભૂપેન્‍દ્રભાઈ પટેલે ભક્‍ત નરસૈયાની નગરી જૂનાગઢ ખાતેથી રૂ.૨૧૫ કરોડના ૨૬ વિકાસકાર્યોની ભેટ આપી

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ નાનામાં નાના માણસની ચિંતા કરી તેના ઉત્‍કર્ષ માટે કાર્યરત રહેવા આપેલા દિશાદર્શનને મહાનગરપાલિકા જુનાગઢે હોકર્સ ઝોન બનાવીને સાર્થક કર્યુ છેઃ ઐતિહાસિક, આધ્‍યાત્‍મિક અને સાંસ્‍કળતિક ગૌરવરૂપ વિરાસત ધરાવતું જૂનાગઢ શહેર આજે વિકાસનું જીવંત ઉદાહરણ બન્‍યું: શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ

(વિનુ જોશી દ્વારા) જૂનગાઢ, તા.૨૯: મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે જૂનાગઢમાં સગૌરવ જણાવ્‍યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ નાનામાં નાના માણસની ચિંતા કરીને તેના ઉત્‍કર્ષ માટે હર હંમેશ કાર્યરત રહેવાના પ્રશાસનને આપેલા દિશાદર્શનને જૂનાગઢ મહાનગર પાલિકાએ શેરી ફેરીયાઓ માટે હોકર્સ ઝોન બનાવીને સાર્થક કર્યું છે.

મુખ્‍યમંત્રીશ્રીએ નરસૈયાની નગરી જૂનાગઢ ખાતેથી રૂ.૨૧૫ કરોડના વિકાસકાર્યોની ૨૬ ભેટ આપી  જૂનાગઢ શહેર અને જિલ્લાની જનતાને વિકાસનો ઉપહાર અર્પણ કરતા નરસિંહ મહેતા સરોવરના નવીનીકરણ સહિત રૂ.૧૪૩.૬૭ કરોડના ૧૮ કામોનું લોકાર્પણ અને ૭૧.૯૮ કરોડના ખર્ચે નિર્મિત થનાર ૮ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.

મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલે જૂનાગઢ કળષિ યુનિવર્સિટીના સભાગળહ ખાતેના મુખ્‍ય કાર્યક્રમમાં જન સુખાકારી અને વિકાસ કાર્યોની ઈ - તકતી અનાવરણ કરી લોકાર્પણ - ખાતમુહૂર્ત કર્યું હતું.

મુખ્‍યમંત્રીશ્રીએ ગરવા ગિરનારના સાનિધ્‍યમાં અધ્‍યક્ષ સ્‍થાનેથી સંબોધન કરતા જણાવ્‍યું હતું કે, ઐતિહાસિક આધ્‍યાત્‍મિક અને સાંસ્‍કળતિક ગૌરવ રૂપ વિરાસત ધરાવતું જૂનાગઢ શહેર આજે વિકાસનું પણ એક જીવંત ઉદાહરણ બન્‍યું છે.

તેમણે જણાવ્‍યું કે, જૂનાગઢ શહેરને નવીનીકરણ પામેલા નરસિંહ મહેતા સરોવરરૂપે એક નવું નજરાણું મળ્‍યું છે, ત્‍યારે તેની જાળવણી અને સ્‍વચ્‍છતા રાખવાની પણ આપણા સૌની જવાબદારી છે, પ્રવાસનનું પણ હબ ગણાતા જૂનાગઢ શહેરમાં ગુજરાત જ નહીં દેશ અને દુનિયાના લોકો આવતા હોય ત્‍યારે સ્‍વચ્‍છતામાં ઉણપ ન રહેવી જોઈએ, આ માટે તેમણે પદાધિકારીઓ - અધિકારીઓ અને જનસહયોગથી સ્‍વચ્‍છતાની નેમને સાકાર કરવા અનુરોધ કર્યો હતો.

મુખ્‍યમંત્રીશ્રીએ પ્રાકળતિક કળષિનો વ્‍યાપ વધે તે માટે ગુજરાતના રાજ્‍યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વિશેષ પ્રયાસોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, જમીન અને સ્‍વાસ્‍થ્‍યની તંદુરસ્‍તી માટે પ્રાકળતિક કળષિ જરૂરી છે, આજે નાની ઉંમરના લોકોમાં ડાયાબિટીસ, કેન્‍સર જેવા રોગોનું પ્રમાણ વધ્‍યું છે, ત્‍યારે રાજ્‍ય સરકાર જન હિતકારી પ્રાકળતિક કળષિની મુહિમને ક્રમશઃ રીતે આગળ વધારી રહી છે.

આ પ્રસંગે રાજ્‍ય ઊર્જા મંત્રી અને જૂનાગઢ જિલ્લાના સહ પ્રભારી મંત્રીશ્રી કૌશિક વેકરીયાએ ઉદબોધન કરતા જણાવ્‍યું હતું કે, રાજ્‍ય સરકાર છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવા માટે કટીબદ્ધ છે. તેમણે જૂનાગઢ જિલ્લાને ૨૧૫ કરોડ થી વધુના વિકાસ કામોની ભેટ આપવા બદલ મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલનો આભાર વ્‍યકત કરતા કહ્યુ હતુ કે, આજે જૂનાગઢ શહેર અને જિલ્લામાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા વિવિધ વિકાસ પ્રકલ્‍પોનું લોકાર્પણ અને નવા કામોનું ખાતમુહૂર્ત થયા છે. જેમાં રસ્‍તાઓના નવીનીકરણ, પીવાના પાણીની વ્‍યવસ્‍થા, પ્રવાસન સુવિધામાં વધારો સહિતના કામોનો સમાવેશ થાય છે. આ વિકાસ કાર્યો જૂનાગઢના અર્થતંત્રને વેગ આપશે અને સ્‍થાનિક રોજગારીની નવી તકો ઉભી કરશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે,  દેશના યુવાનો રમત ક્ષેત્રે કારકિર્દી બનાવે એ માટે રાજ્‍યના દરેક જિલ્લામાં સ્‍પોર્ટસ સંકુલની  સ્‍થાપના કરવામાં આવી રહી છે.

આ પ્રસંગે જૂનાગઢના પ્રસિદ્ધ ઢોલક વાદક શ્રી હાજીભાઈ કાસમભાઇ મીર (હાજી રમકડું)ને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપવાનું જાહેર થતાં આ તકે તેઓનું મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે સન્‍માન સાલ ઓઢાડીને વિશેષ સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે ધારાસભ્‍ય સંજયભાઈ કોરડીયા, ધારાસભ્‍ય ભગવાનજીભાઈ કરગઠીયા, ધારાસભ્‍ય અરવિંદભાઈ લાડાણી, ધારાસભ્‍ય દેવાભાઈ માલમ, ડેપ્‍યુટી મેયર આકાશ કટારા,  કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલ ગોંડલીયા, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનન અભાણી, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, જૂનાગઢ મહાનગરપાલિકા દંડક કલ્‍પેશભાઈ અજવાણી, અગ્રણી સર્વ કિરીટ પટેલ, પ્રદીપભાઈ ખીમાણી, મુકેશ દાસાણી પુનિત શર્મા, પૂર્વ મેયર ગીતાબેન પરમાર, આધ્‍યાશક્‍તિબેન મજમુદાર,જૂનાગઢ જિલ્લા કલકેટર અનિલકુમાર રાણાવસિયા, જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનર તેજસ પરમાર, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ. પી.પટેલ, જૂનાગઢ જિલ્લા પોલીસવડા શ્રી સુબોધ ઓડેદરા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને બહોળી સંખ્‍યામાં નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)

(12:27 PM IST)