<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

ભૂપેન્‍દ્રભાઈ પટેલે જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરના બ્‍યુટીફિકેશનના પ્રવાસનલક્ષી મહત્‍વના પ્રોજેક્‍ટનું લોકાર્પણ કર્યું

જુનાગઢ જિલ્લાના શહેરી વિસ્‍તારના સૌથી રમણીય સરોવરનું નવીનીકરણઃ નિરીક્ષણ કરતા મુખ્‍યમંત્રી મુખ્‍યમંત્રીએ મહાનગરપાલિકાના નવ આધુનિક ફાયર વાહનોનું પણ લોકાર્પણ કરી પ્રસ્‍થાન કરાવ્‍યું

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૨૯: મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે રાજ્‍ય સરકારની શહેરીકરણ સુવિધા અંતર્ગત મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા બ્‍યુટીફિકેશન નવીનીકરણ કરાયેલા  નરસિંહ મહેતા સરોવરના બ્‍યુટીફીકેશન પ્રોજેક્‍ટનું લોકાર્પણ કરી રમણીય સરોવરનું નિરીક્ષણ કર્યું હતું. વર્ષો પછી જુનાગઢને એક નવું નજરાણું મળ્‍યું છે. મુખ્‍યમંત્રીશ્રીએ રૂ. ૬૮ કરોડના ખર્ચે નવનિર્મિત નરસિંહ મહેતા બ્‍યુટી ફીકેશન ના મહત્‍વના કાર્યનું લોકાર્પણ કરી તકતીનું અનાવરણ કર્યું હતું.  મુખ્‍યમંત્રીશ્રી એ નરસિંહ મહેતા સરોવર બનાવાયેલા રીંગરોડ  પર જઇ વિવિધ સુવિધા નું નિરીક્ષણ કર્યું હતું. મુખ્‍યમંત્રી શ્રી એ અહીં અંદાજે રૂપિયા ૨૬ કરોડના ખર્ચે રાજ્‍ય સરકારની યોજના અંતર્ગત જુનાગઢ મહાનગરપાલિકાના ૯ આધુનિક ફાયર વાહનોનું પણ લોકાર્પણ કરી ફ્‌લેગ ઓફ આપી પ્રસ્‍થાન કરાવ્‍યું હતું. મ્‍યુનિસિપલ કમિશનર શ્રી તેજસ પરમારે આ પ્રોજેક્‍ટસની મુખ્‍યમંત્રી શ્રીને માહિતી આપી હતી.

આ મુલાકાત દરમિયાન જિલ્લાના સહ પ્રભારી મંત્રી કૌશિકભાઇ વેકરીયા, ધારાસભ્‍ય  સંજયભાઈ કોરડીયા,મેયર   ધર્મેશભાઈ પોશિયા, ડેપ્‍યુટી મેયર આકાશ કટારા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, પુનિતભાઈ શર્મા તેમજ મહાનગરપાલિકાના પદાધિકારીઓ , સંગઠન એચ.પી. પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.  (તસવીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

 

(12:28 PM IST)