હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કોંગ્રેસનો નવો પ્રયોગ : વિધાનસભામાં સરકારને ભીડવવા જિલ્લા પ્રમુખો પાસેથી પ્રશ્નો મંગાવ્યા
મનરેગા સહિતના મુદ્દે આક્રમક મિજાજ : વિપક્ષી નેતા તુષાર ચૌધરીની અકિલા સાથે વાતચીત

રાજકોટ તા ૨૯: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર તારીખ ૧૬ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યું છે. જેમાં સરકારને ભીડવવા માટે વિપક્ષ કોંગ્રેસે તૈયારી શરૂ કરી છે. વિપક્ષી નેતા તુષાર ચૌધરીએ વિધાનસભામાં ઉઠાવવા લાયક સ્થાનિક તેમજ રાજ્ય કક્ષાના પશ્નો અંગે પાર્ટીના જિલ્લા પ્રમુખો પાસેથી માહિતી મંગાવી છે.
શ્રી તુષાર ચૌધરીએ આજે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે વિધાનસભામાં લોકોના પ્રશ્નોને અસરકારક વાચા આપવા કોંગ્રેસ સજ્જ છે .આ વખતે પ્રથમ વખત અમારી પાર્ટીના જિલ્લા પ્રમુખો પાસેથી પ્રશ્નો મંગાવવામાં આવ્યા છે .જે તે વિસ્તારના સ્થાનિક પશ્નો અને રાજ્ય કક્ષાના પ્રશ્નોનું સંકલન કરી વિધાનસભામાં લોકો વતી અવાજ ઉઠાવવા પ્રયાસ કરશુ. મનરેગા યોજનાનું નામ અને સ્વરૂપ બદલી ભાજપ સરકારે ગરીબો અને શ્રમિકો વિરોધી માનસિકતા છતી કરી છે. આ મુદ્દા ઉપરાંત ભ્રષ્ટાચાર કાયદો વ્યવસ્થા ખેડૂતોની સમસ્યા વગેરેને વાચા આપવામાં આવશે .કોંગ્રેસના જિલ્લા પ્રમુખો પાસેથી સ્થાનિક વિસ્તારના રાજ્ય કક્ષાએ ઉઠાવી શકાય તેવા પશ્નનો આવવાનું શરૂ થઈ ગયું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
