હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મધ્ય ગુજરાતમાં દારૂની રેલમછેલ: ૫ જિલ્લામાંથી માત્ર ૯ દિવસમાં ૬ કરોડનો દારૂ ઝડપાયો

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કડક અમલના દાવાઓ વચ્ચે મધ્ય ગુજરાતમાંથી ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. મધ્ય ગુજરાતના ૫ જિલ્લાઓમાંથી પોલીસે માત્ર ૯ દિવસના ટૂંકા ગાળામાં ૬ કરોડ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે.
રાજ્યમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો બેફામ બન્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તાજેતરમાં મળેલા અહેવાલો મુજબ, મધ્ય ગુજરાતના પાંચ મુખ્ય જિલ્લાઓમાંથી પોલીસે સઘન ચેકિંગ દરમિયાન જંગી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
છેલ્લા ૯ દિવસમાં પોલીસ અને વિવિધ એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી રેડ અને વાહન ચેકિંગ દરમિયાન અંદાજે ૬ કરોડ રૂપિયાનો દારૂ કબજે કરવામાં આવ્યો છે. આ આંકડો બતાવે છે કે રાજ્યમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી કેટલા મોટા પાયે થઈ રહી છે. ખાસ કરીને હાઈવે પરથી પસાર થતા વાહનોમાં છુપાવીને લાવવામાં આવતો દારૂ પકડાયો છે.
આ બનાવને પગલે પોલીસ તંત્ર વધુ સતર્ક બન્યું છે અને બુટલેગરો સામેની કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી છે, પરંતુ ટૂંકા ગાળામાં પકડાયેલો આટલો મોટો જથ્થો અનેક સવાલો ઉભા કરે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
