હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 29th January 2026
સુરતમાં જાણીતા લક્ષ્મી ગ્રુપ પર પડેલા ITના દરોડા બીજા દિવસે પણ યથાવત્
ડાયમંડ, રિયલ એસ્ટેટ અને શિક્ષણ ક્ષેત્રે 30 સ્થળે 110 અધિકારી દ્વારા તપાસ: ભાગેડુ મેહુલ ચોક્સીના કનેકશનને લઇ પણ દરોડા

સુરતઃ સુરતમાં જાણીતા લક્ષ્મી ગ્રુપ પર પડેલા ITના દરોડા બીજા દિવસે પણ યથાવત્ છે. વસંત અને ચુની ગજેરાને ત્યાં દરોડાની કામગીરી યથાવત છે. ડાયમંડ, રિયલ એસ્ટેટ અને શિક્ષણ ક્ષેત્રે 30 સ્થળે 110 અધિકારી દ્વારા તપાસ ચાલી રહી છે. IT વિભાગની તપાસ બાદ EDની પણ એન્ટ્રી થઈ શકે છે. ભાગેડુ મેહુલ ચોક્સીના કનેકશનને લઇ પણ દરોડા ચાલુ હોવાની વિગતો ચર્ચાઈ રહી છે. મેહુલ ચોક્સીનું કેટલુંક રોકાણ લક્ષ્મી કંપનીમાં થયું હોવાની માહિતી હોવાની ચર્ચા જાગી છે. ઓફિસ સ્ટાફને ત્યાં રોકડ રકમ રાખવામાં આવતી હોવાની માહિતી છે. મોટી કરચોરીની આશંકાને લઇ તપાસ થઇ રહી છે
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
