<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

તમામ ઇમરજન્‍સી સેવા એકજ નંબર પરથી મળે છે તેવા ૧૧૨ પર રોજ ૧૨ હજારથી વધુ કોલ આવે છે

વડા પ્રધાનના વિચાર થકી જેનો અદભૂત આવિષ્‍કાર અને કેન્‍દ્રીય ગળહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા પ્રારંભ થયેલ સેવાઓ અંગે મુખ્‍ય પોલીસ વડા ડો.કે.એલ.એન રાવે સહયોગી સિનિયર IPS અધિકારીઓ સાથે અથથી ઈતિ સુધીની પ્રક્રિયા જાણી સંતોષ વ્‍યક્‍ત કર્યો પોલીસ, ફાયર, એમ્‍બ્‍યુલન્‍સ, મહિલા અને ચાઇલ્‍ડ હેલ્‍પ લાઈને માટે એકજ નંબર ડાયલ કરવાથી જે સેંટર દ્વારા આખી પ્રક્રિયા થાય છે, તેનું મહત્‍વ સમજી ડો.રાવે પોતાના સાથી અધિકારીઓ લો એન્‍ડ ઓર્ડર હેડ રાજકુમાર પાંડિયન, સિનિયર ips ખુર્શીદ અહેમદ અને સિનિયર IPS દીપક મેઘાણી વિગેરેને સાથે રાખી અભ્‍યાસપૂર્ણ માહિતીથી વાકેફર બન્‍યા

રાજકોટ, તા.૨૯: વડા પ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના વિચારથી શરૂ થયેલ અને ગુજરાતમાં કેન્‍દ્રીય ગળહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા જેનો પ્રારંભ કરાયેલ છે તેવી ખૂબ ઈમરજન્‍સી સેવાઓ લોકોને અલગ અલગ નંબર યાદ રાખવાને બદલે ફકત ૧૧૨ નંબર એક જ યાદ રાખી તે નંબર ડાયલ કરવાથી પોલીસ, ફાયર સેવા, એમ્‍બ્‍યુલન્‍સ અને ચાઇલ્‍ડ તથા મહિલા હેલ્‍પ લાઇન સેવા મળી રહી છે, તેવી આ ખૂબ અગત્‍યની સેવાઓ આપતા ગાંધીનગર સ્‍થિત આ સેન્‍ટરની અગત્‍યતા સમજી રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા ડો. કે. એલ એન રાવ દ્વારા પોલીસ ભવનના જવાબદાર અને સિનિયર અધિકારીઓને સાથે રાખી તમામ બાબતોનુ જાત નિરીક્ષણ કરી સંતોષનો શ્વાસ લીધેલ.

જે સેવાઓને સફળતાપુર્વક ચાર માસ પૂર્ણ થયા છે તેવી ખૂબ મહત્‍વની સેવા આપતા અદભુત સેન્‍ટરના દરેક વિભાગોનું ડૉ. કે. એલ એન રાવ દ્વારા પોતાના સહયોગી સિનિયર IPS સાથે બારીકાઈથી દરેક બાબતોનું નિરીક્ષણ કરી આ ખૂબ ઈમરજન્‍સી સેવાઓ અંગે ટોપ ટુ બોટમ બાબતો જાણી, સમજી પોતાના મનમાં રહેલા પ્રશ્‍નો અંગેના જવાબો પણ મેળવ્‍યા હતા.

આ સેવા સંકુલ દ્વારા અત્‍યાર સુધીમાં ૩,૮૨, ૭૭૮  કોલ મળ્‍યા છે, એવરેજ દરરોજ ૧૨ હજારથી વધુ કોલ મળે છે, અને વધુમાં વધુ ૧૧ મિનિટ અને ૨૬ સેકન્‍ડમાં સેવાની માંગણીનો રિસ્‍પોન્‍સ મળી જતો હોવાનું પણ ડૉ. કે. એલ એન રાવ ટીમે માહિતી મેળવી હતી.આ મુલાકાત સમયે ગુજરાતના લો એન્‍ડ ઓર્ડર વડા ડો રાજકુમાર પાંડિયન, સિનિયર ips ખુર્શીદ અહેમદ અને સિનિયર ips દીપક મેઘાણી સહિતના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

બે ફોટા એક ૧૧૨ નો સિમ્‍બોલ છે. એક મુખ્‍ય બે ગ્રેટ કુલ ૩ હેડિંગ, ૬ કોલમ બોક્ષ, વૉટ્‍સએપ પેજ ખાસ, ગાંધીનગર mikskvsbu છે.

(2:44 PM IST)