હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 29th January 2026
હીરામણિ અંગ્રેજી માધ્યમના છાત્રો ઓલ્મ્પીયાડમાં ઝળહળ્યા

રાજકોટઃ સાયન્સ ઓલ્મ્પીયાડ (દિલ્હી) દ્વારા યોજવામાં આવેલ આંતરરાષ્ટ્રીય મેથ્સ ઓલ્મ્પીયાડ, આંતરરાષ્ટ્રીય ઇંગ્લીશ ઓલ્મ્પીયાડ તેમજ નેશનલસ સાયન્સ ઓલ્મ્પીયાડમાં અમદાવાદથી હીરામણિ પ્રાયમરી અંગ્રેજી માધ્યમનાં ધોરણ ૧ થી ૧૦ નાં વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. પહેલા, બીજા તેમજ આંતરરાષ્ટ્રીય લેવલે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ તેમજ મેરીટ પ્રમાણપત્ર જીતીને શાળાનું ગૌરવ વધાર્યું. વિદ્યાર્થીઓની આ સિધ્ધિ બદલ જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરહરિ અમીન, મેનેજીંગ ટ્રસ્ટી ડો. વરૂણ અમીન, શાળાના સી.ઇ.ઓ. ભગવત અમીન, આચાર્યા શ્રીમતી પીનાક્ષી વડોદરિયા, કો-ઓર્ડિનેટર કેતન ભટ્ટ સહિત સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતાં.
(2:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
