હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દ્વારકામાં આયોજીત દેવી ભાગવત કથા, મહાચંડી યજ્ઞ અને ૧૦૦૮ મહારૂદ્ર અભિષેકનો લાભ લેતા ભૂપેન્દ્રભાઇ પટેલ

(કૌશલ સવજાણી) ખંભાળીયા : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આજે દ્વારકાધીશની પાવન ભૂમિ દ્વારકા ખાતે દેવી ભાગવત કથા, શ્રી મહાચંડી યજ્ઞ અને ૧૦૦૮ મહારુદ્ર અભિષેકમાં સંમેલિત થયા હતા.
ભગવાન દ્વારકાધીશના આર્શિવાદ પ્રાપ્ત કરી દ્વારકાના નાગેશ્વર રોડ ખાતે સ્વ. વિરમભા આશાભા માણેકની પ્રેરણાથી દ્વારકાના ધારાસભ્ય શ્રી પબુભા માણેક દ્વારા આયોજિત વિશ્વ કલ્યાણ અર્થે આયોજિત દેવી ભાગવત કથા અને શ્રીમહાચંડી યજ્ઞ અને ૧૦૦૮ મહારુદ્ર અભિષેકમાં સંમેલિત થયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ નેપાળી બાબા (પરમ તપસ્વી સંત આત્માનંદદાસ મહાત્યાગી)ના આશીર્વાદ મેળવી વિષ્ણુ લોક હવન યજ્ઞશાળા અને શિવ લોક નામ જપ યજ્ઞશાળાની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, તા.૩૧ જાન્યુઆરી સુધી આયોજિત આ ધાર્મિક આયોજનમાં ભારતભરમાંથી ૨૧ હજાર બ્રાહ્મણો દ્વારા ૫૮ કરોડ જાપ કરવામાં આવી રહ્યાં છે. તેમજ દેશભરમાંથી સાધુ, સંતો, મહાત્માઓ આ આયોજનમાં સંમેલિત થયા છે.
મુખ્યમંત્રીશ્રીની મુલાકાત વેળાએ ધારાસભ્ય શ્રી પબુભા માણેક, પૂર્વ મંત્રીશ્રી અને ધારાસભ્ય શ્રી મુળુભાઇ બેરા, કલેકટર શ્રી રાજેશ તન્ના, પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળા સહિત સ્થાનિક પદાધિકારીઓ, સંતો, મહંતો ઉપસ્થિત રહ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
