હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમદાવાદ એરપોર્ટ પાસેથી આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ: નવજાત બાળકનું રેસ્ક્યૂ: ત્રણ ઝડપાયા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ATS એ એરપોર્ટ પાસેથી બાળ તસ્કરી કરતા ૪ શખસોને ઝડપ્યા. 3.60 લાખમાં ખરીદેલું નવજાત બાળક હૈદરાબાદ વેચાય તે પહેલા પોલીસ દ્વારા સફળ રેસ્ક્યૂ કરાયું .

અમદાવાદ : શહેરમાં બાળકોની લે-વેચ કરતી એક ખતરનાક ગેંગનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ATSએ સંયુક્ત ઓપરેશનમાં પર્દાફાશ કર્યો છે. એરપોર્ટ નજીકથી પોલીસે એક નવજાત બાળકને બચાવી લીધું છે, જેને 3.60 લાખ રૂપિયામાં વેચવા માટે હૈદરાબાદ લઈ જવામાં આવી રહ્યું હતું. આ કેસમાં પોલીસે એક મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ (DCB)એ ગુજરાત ATS સાથે મળીને એક મોટી કાર્યવાહી હાથ ધરી આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશન દરમિયાન એક નવજાત શિશુને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો છે તેમજ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાત ATS તરફથી મળેલી ચોક્કસ બાતમીના આધારે ૨૮ જાન્યુઆરીના રોજ DCB ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ સબ-ઈન્સ્પેક્ટર જે.સી. દેસાઈના નેતૃત્વમાં ટીમે અમદાવાદ એરપોર્ટની બાઉન્ડ્રી વોલ પાસે, ફોતલપુર પમ્પિંગ સ્ટેશન નજીક વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન હિંમતનગર તરફથી એરપોર્ટ તરફ આવી રહેલી સફેદ રંગની મારુતિ અર્ટિગા કાર (નં. GJ-01-MT-2600)ને અટકાવવામાં આવી હતી. વાહનની તપાસ કરતાં તેમાં એક નવજાત શિશુ મળી આવ્યું હતું, જે બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી.
આ કેસમાં પોલીસે વંદનાબેન જીગરાભાઈ પંચાલ (ઉંમર ૩૪, રહે. ઓઢવ, અમદાવાદ), રોશન ઉર્ફે સૃજ્જન મહાવીરપ્રસાદ અગ્રવાલ (ઉંમર ૪૨, રહે. હૈદરાબાદ) અને સુમિત બચ્ચનભાઈ યાદવ (ઉંમર ૨૭, રહે. વટવા, અમદાવાદ)ની ધરપકડ કરી છે. વાહન ચાલક મૌલિક ઉમિયાશંકર દવેની ભૂમિકા અંગે વધુ તપાસ ચાલુ છે.
પોલીસ પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું હતું કે તેઓએ હિંમતનગર નજીક ‘મુન્નુ' નામના વ્યક્તિ પાસેથી નવજાત બાળકને ₹૩.૬૦ લાખમાં ખરીદ્યો હતો અને હૈદરાબાદમાં નાગરાજ* નામના એજન્ટને વેચવાના ઇરાદે લઈ જઈ રહ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી ₹૧૦,૦૫૦ રોકડ, ચાર મોબાઇલ ફોન તથા તરફરીમાં વપરાયેલી મારુતિ અટિંગા કાર જપ્ત કરી છે. બચાવ કરાયેલા નવજાત્ શિશુને તાત્કાલિક સારવાર અને સંભાળ માટે ચાઇલ્ડ હેલ્થ ઓફિસરને સોંપવામાં આવ્યો છે. બાળ તસ્કરીના આ નેટવર્કમાં સંકળાયેલા અન્ય ફરાર આરોપીઓની ધરપકડ માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
