હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 29th January 2026
અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં નવતાડની પોળમાં મકાન ધરાશાયી : એક મહિલાનું મોત :કાટમાળમાં ત્રણ લોકો દટાયા
ફાયર વિભાગને જાણ થતા ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી ગઈ અને દટાયેલા લોકોનું રેસ્ક્યૂ શરૂ કરી દેવામાં આવ્યું

અમદાવાદઃ ઘી-કાંટા વિસ્તારમાં મોટી હમામની પોળ પાસે આવેલા નવતાડની પોળમાં મકાન ધરાશાયી થયું હોવાનું જાણવા મળ્યું છે. મકાન પડતા કાટમાળ નીચે ત્રણ લોકો દટાઈ ગયા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ સમગ્ર મામલે ફાયર વિભાગને જાણ થતા ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી ગઈ અને દટાયેલા લોકોનું રેસ્ક્યૂ શરૂ કરી દેવામાં આવ્યું હતું. ફાયર બ્રિગેડ દ્વારા ત્રણ લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં, જેમાં એક મહિલાનું મોત થયું હોવાનું પણ જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડની 3 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સાંકડી પોળ હોવાને કારણે બચાવ કામગીરીમાં શરૂઆતમાં થોડી મુશ્કેલી પડી હતી, પરંતુ ફાયરના જવાનોએ અત્યાધુનિક સાધનો સાથે કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો છે જેથી ભીડને નિયંત્રિત કરી શકાય અને રેસ્ક્યુ કામગીરી ઝડપથી ચાલી શકે. આ ઘટનાએ ફરી એકવાર કોટ વિસ્તારના જોખમી અને જર્જરિત મકાનોના પ્રશ્નને એરણે મૂક્યો છે.
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
