<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

સુરતમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે ફરિયાદી સાથે 12 .20 લાખની છેતરપિંડી કરનારો આરોપી ઝડપાયો

ગોવાથી જામનગર જતી ટ્રેનમાંથી પોલીસે આરોપીને દબોચી લીધો: ટેક્નિકલ તપાસના આધારે પોલીસે આરોપીનું લોકેશન મેળવી કાર્યવાહી કરી

સુરતમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે ફરિયાદી સાથે 12 લાખ 20 હજારની છેતરપિંડી કરનારો આરોપી ઝડપાયો છે, ગોવાથી જામનગર જતી ટ્રેનમાંથી પોલીસે આરોપીને દબોચી લીધો છે. ટેક્નિકલ તપાસના આધારે પોલીસે આરોપીનું લોકેશન મેળવી આ કાર્યવાહી કરી હતી..

   આરોપીઓએ ટેલીગ્રામ પર અલગ-અલગ ગ્રુપ બનાવી લોકોને ટાર્ગેટ કર્યા હતા. ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે આરોપીઓએ એવી લાલચ આપી હતી કે ‘ક્રિપ્ટો કરન્સીના ટાસ્ક’ પૂર્ણ કરવાથી અને તેમાં ઇન્વેસ્ટ કરવાથી ખૂબ જ ઊંચું વળતર મળશે. આ માટે એક બનાવટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. 

  પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીના બે અલગ અલગ બેન્ક ખાતામાં ફ્રોડની રકમ જમા થઈ હતી, એક ખાતામાં 5 લાખ 79 હજાર રૂપિયા જ્યારે બીજા ખાતામાં 5 લાખની રકમ જમા થઈ હતી

 

(9:10 PM IST)