<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

વડોદરા ભાજપના સંગઠન માળખાની જાહેરાત : ડૉ. જયપ્રકાશ સોનીની ટીમમાં જ્ઞાતિ અને વિસ્તારના સમીકરણો સાથે નવા ચહેરાઓને સ્થાન

પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને મોવડી મંડળ સાથેની ચર્ચા બાદ વડોદરા મહાનગરના હોદ્દેદારો, મોરચાના પ્રમુખો અને મહામંત્રીઓની યાદી જાહેર : સોશિયલ મીડિયા અને આઈ.ટી. સેલના ઈન્ચાર્જ પણ નિમાયા

વડોદરા : વડોદરા શહેર ભાજપ સંગઠનમાં લાંબા સમયની રાહ જોયા બાદ આખરે નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની દ્વારા પ્રદેશ નેતૃત્વની સૂચના મુજબ વિવિધ પદો પર નિમણૂક પત્રો જાહેર કરવામાં આવ્યા છે. આ નવી ટીમમાં અનુભવી અને યુવા કાર્યકરોનો સમન્વય સાધવાની સાથે વડોદરાના તમામ વોર્ડ અને મંડળને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
મુખ્ય સંગઠન માળખું
સંગઠનમાં ઉપપ્રમુખ તરીકે નિલેશભાઈ રાણા, કુમારી કોમલબેન કુકરેજા, ભુરસીંગભાઈ રાઠવા, શ્રીમતી શુભાંગીનીબેન જગતાપ, નરેન્દ્રભાઈ પટેલ, શ્રીમતી નિમિષાબેન પંચાલ, ભરતભાઈ ઠક્કર અને મહેન્દ્રસિંહ રાઠોડની વરણી કરવામાં આવી છે. જ્યારે મહામંત્રી તરીકે લકુલેશભાઈ ત્રિવેદી, દીપકભાઈ પઢિયાર અને રમેશભાઈ પટેલની નિમણૂક કરાઈ છે.
મંત્રી પદની જવાબદારી અશોક સવજીભાઈ ચૌધરી, શ્રીમતી વર્ષાબેન વ્યાસ, શ્રીમતી પ્રતિમાબેન મિસ્ત્રી, શ્રીમતી ખુશબુબેન રાણાપુરા, સમીરભાઈ વાઘેલા, ચિરાગભાઈ ફણસે, યુગાદિત્યસિંહ જાડેજા અને શ્રીમતી કોમલબેન દવેને સોંપવામાં આવી છે. તેજસભાઈ દેસાઈને કોષાધ્યક્ષ અને નયન નટુભાઈ ચૌહાણને કાર્યાલય મંત્રી તરીકે જવાબદારી મળી છે.
વિવિધ સેલના ઈન્ચાર્જ
આધુનિક ટેકનોલોજી અને પ્રચાર માટે સોશિયલ મીડિયા ઈન્ચાર્જ તરીકે ભાર્ગવભાઈ ભરતકુમાર સોલંકી, આઈ.ટી. ઈન્ચાર્જ તરીકે રૂચિક આંબેગાવકર અને મીડિયા ઈન્ચાર્જ તરીકે પાર્થભાઈ જોશીની નિમણૂક કરવામાં આવી છે.
વિવિધ મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓ
પક્ષના વિવિધ સાત મોરચાઓમાં પણ પ્રમુખ અને મહામંત્રીઓની નિમણૂક કરીને સંગઠનને મજબૂત બનાવવામાં આવ્યું છે:
 * યુવા મોરચો: મૌલિકભાઈ દેસાઈ (પ્રમુખ), રોનકભાઈ પટેલ અને રૂત્વિકભાઈ પુરોહિત (મહામંત્રી).
 * મહિલા મોરચો: શ્રીમતી સ્નેહલબેન પટેલ (પ્રમુખ), શ્રીમતી દીપાબેન શાહ અને શ્રીમતી મમતાબેન વ્યાસ (મહામંત્રી).
 * કિશાન મોરચો: રાજેશભાઈ પટેલ (પ્રમુખ), અર્પણસિંહ પરમાર અને મિહિરભાઈ પટેલ (મહામંત્રી).
 * બક્ષીપંચ (ઓબીસી) મોરચો: નિલેશભાઈ કહાર (પ્રમુખ), કિરણભાઈ જે. પંચાલ અને પરેશભાઈ બ્રહ્મભટ્ટ (મહામંત્રી).
 * અનુસૂચિત જાતિ મોરચો: યોગેશભાઈ પરમાર (પ્રમુખ), સુરેશભાઈ પરમાર અને અજયકુમાર ગવરા (મહામંત્રી).
 * અનુસૂચિત જનજાતિ મોરચો: રૂપસીંગભાઈ રાઠવા (પ્રમુખ), સુરેશભાઈ વસાવા અને ગૌરાંગભાઈ ગામીત (મહામંત્રી).
 * લઘુમતી મોરચો: જહીરઅલી મિરઝા (પ્રમુખ), ઝબીનબેન સોરંગવાલા અને મોહમ્મદ નદીમ નુર મોહમ્મદ શેખ (મહામંત્રી).
આ જાહેરાતની નકલ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી સહિતના મહાનુભાવોને રવાના કરવામાં આવી છે.

(10:27 PM IST)