હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
SIR કામગીરીમાં છેડછાડના આરોપ ભાજપનો પલટવાર : કહ્યું- કોંગ્રેસની સવાર ભાજપ પર ખોટા આક્ષેપો કર્યા વગર પડતી નથી
ભાજપના પ્રવક્તા ડો. અનિલભાઈ પટેલએ કહ્યું કે ચૂંટણી પંચ એક સ્વાયત સંસ્થા છે અને તેના પર સરકારનું કોઈ નિયંત્રણ હોતું નથી

અમદાવાદ :ગુજરાતમાં આગામી ચૂંટણીલક્ષી તૈયારીઓ વચ્ચે મતદાર યાદી સુધારણા અને SIRની પ્રક્રિયામાં મોટી ગેરરીતિ થતી હોવાના આક્ષેપ સાથે રાજ્યનું રાજકારણ ગરમાયું છે. આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું એક ઉચ્ચસ્તરીય ડેલિગેશન મુખ્ય ચૂંટણી પંચની કચેરીએ પહોંચ્યું હતું. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે સત્તાધારી પક્ષના ઈશારે મતદારોના મતાધિકાર છીનવવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે.
આંકલાવના ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાની આગેવાનીમાં સિનિયર નેતાઓના પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં ચૂંટણી પંચને લેખિતમાં રજૂઆત કરી હતી. અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અનેક જગ્યાએ મતદારોની જાણ બહાર તેમના નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 ભરાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસનો મુખ્ય આક્ષેપ છે કે જે મતદારો વિપક્ષ તરફી ઝુકાવ ધરાવે છે અથવા ચોક્કસ સમુદાયના છે, તેમના નામ મતદાર યાદીમાંથી વ્યવસ્થિત રીતે દૂર કરવામાં આવી રહ્યા છે જેથી તેમના મતાધિકારનો અંત લાવી શકાય.
કોંગ્રેસે આક્ષેપ છે કે SIR પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ છે. અધિકારીઓ પર દબાણ લાવીને ડેટા સાથે છેડછાડ કરવામાં આવી રહી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે ચૂંટણી પંચને વિનંતી કરી છે કે આ પ્રક્રિયાની તટસ્થ તપાસ કરવામાં આવે અને કોઈ પણ મતદારનું નામ યોગ્ય કારણ વગર યાદીમાંથી કમી ન થાય તેની ખાતરી કરવામાં આવે.
બીજી તરફ, કોંગ્રેસના આ ગંભીર આક્ષેપો પર ભારતીય જનતા પાર્ટી એ આકરા પ્રહારો કર્યા છે. ભાજપના પ્રવક્તા ડો. અનિલભાઈ પટેલ એ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, "કોંગ્રેસની સવાર ભાજપ પર ખોટા આક્ષેપો કર્યા વગર પડતી નથી." તેમણે ઉમેર્યું કે ચૂંટણી પંચ એક સ્વાયત સંસ્થા છે અને તેના પર સરકારનું કોઈ નિયંત્રણ હોતું નથી









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
